લોકસભા ચૂંટણી 2024 ની જાહેરાત થઈ ચુકી છે, જે ચૂંટણીને લઈને વિવિધ પાર્ટી જીતની તૈયારીમાં લાગ્યા છે, તો વહીવટી તંત્ર પણ મતદારો માટે કામે લાગ્યુ છે, જે ચૂંટણીમાં વ્યવસ્થા શુ છે તે જાણવામાં દરેકને રસ હોય છે. ત્યારે લોકોને આ મૂંઝવણ દૂર કરવા માટે
વહીવટી તંત્ર દ્રારા વોટર હેલ્પલાઇન એપ શરૂ કરી છે, જેમાં લોકોને સવાલ અનેક, સમાધાન મળી રહેશે.
- Advertisement -
દેશમાં લોકસભા ચૂંટણી 2024 ની જાહેરાત કરી દેવામાં આવી છે. જુદા જુદા તબક્કામાં દેશભરમાં લોકસભા ચૂંટણીનું આયોજન થયું છે. લોકશાહીના આ અનેરા અવસર માં સહભાગી થવા મતદારો કમર કસી રહ્યા છે. આવા સમયે ઘણા મતદારોને તેમના ચૂંટણી કાર્ડ અંગે, મતદાર યાદીમાં નામ અંગે તથા મતદાન મથક અને બુથ લેવલ ઓફિસર(BLO) અંગે ઘણા પ્રશ્નો અને સમસ્યાઓ ઉદભવતી હોય છે. ત્યારે મતદાતાઓની આવી તમામ સમસ્યાઓનું સમાધાન લાવવા વહીવટી તંત્ર દ્વારા વોટર હેલ્પલાઇન એપ્લિકેશન(VHA) શરૂ કરવામાં આવી છે. જે લોકોની તમામ સમસ્યાઓનુ સમાધાન લાવશે. જયા વોટર હેલ્પલાઇન એપ એ મતદારોના અનેક સવાલો નું ડિજિટલ સમાધાન અને સમસ્યાઓનું ‘વન સ્ટોપ સોલ્યુશન’ બની રહેશે.
વોટર હેલ્પલાઇન એપ(VHA) પર કેવી સુવિધા મળી રહેશે
વોટર હેલ્પલાઈન એપનાં માધ્યમથી મતદારોને ઉપયોગી તમામ માહિતી મળી શકશે. આ એપ પરથી મતદાર મતદાન અંગેના જરૂરી ફોર્મ જેવા કે, નવા મતદાર તરીકે અરજી માટેનું ફોર્મ, ટ્રાન્સફર અથવા શિફ્ટિંગ માટેનું ફોર્મ, મતદાતા યાદીમાંથી નામ કમી કરાવવા માટેનું કે સુધારા માટેનું ફોર્મ વગેરે જેવા ફોર્મ ભરીને અરજી કરી શકે છે. મતદારો મતદાતા યાદીમાં તેમનું નામ ચકાસી શકે છે. તેમજ મતદારો અને મતદાન મથકની વિગતો સહિત તેમના BLO(બુથ લેવલ ઓફિસર)/ ERO (ઇલેક્ટોરલ રજિસ્ટ્રેશન ઓફિસર્સ)ની વિગતો મેળવી શકે છે. મતદાતાઓ આ એપ પરથી e-EPIC(ઈ – ઇલેક્શન ફોટો આઈડેન્ટિટી કાર્ડ) પણ ડાઉનલોડ કરી શકે છે. ડુપ્લીકેટ e-EPIC(ઈ – ઇલેક્શન ફોટો આઇડેન્ટિટી કાર્ડ) મેળવી શકે છે. પોતાની અરજીની સ્થિતિ ચકાસી શકે છે. અરજી કરેલ ફોર્મ સેવ કરી શકાય છે. ફરિયાદ કરી શકાય છે તથા કરેલ ફરિયાદ ની સ્થિતિ જોઈ શકાય છે. ઉમેદવારની પ્રોફાઈલ અને એફિડેવિટ મેળવી શકાય છે, ડાઉનલોડ કરીને શેર કરી શકાય છે. ચૂંટણી પરિણામ મેળવી શકાય છે. ઉમેદવાર કોણ છે તે અને અન્ય બાબતો પણ આ એપ્લિકેશન મારફતે જોઈ શકાશે.
- Advertisement -
વહીવટી તંત્ર દ્રારા મતદારને અપીલ પણ કરાઈ છે કે મતદાર કાર્ડ કે અન્ય બાબતોની અવઢવ દુર કરવા મતદારે આજે જ આ અત્યંત ઉપયોગી એપ્લિકેશન પર રજિસ્ટ્રેશન કરીને પોતાનું એકાઉન્ટ બનાવવું જોઈએ. જેથી કરીને તે મતદાન અંગેની અનેકવિધ સુવીધાઓ પોતાના આંગળીના ટેરવે મેળવી શકે અને લોકશાહી ના આ મહાપર્વમાં સહભાગી થઈ શકે.