ગાઝિયાબાદ નગર નિગમે પોતાની બોર્ડ મીટિંગમાં નામ બદલવાનો પ્રસ્તાવ પાસ કરી દીધો છે. 100 મેમ્બરમાંથી બેઠકમાં હાજર 89માંથી 87એ તેમનું સમર્થન કર્યુ છે. પાંચ મિનિટની ચર્ચા કર્યા પછી જ મેયર સુનીલ દયાલે કહ્યું કે, જેમ અગાઉ કહ્યું એમ, નામ બદલવાનો પ્રસ્તાવ મંજુર કરવામાં આવ્યો. ત્યારે સદનમાં હાજર મેમ્બરે ભારત માતાનો જય બોલાવ્યો હતો.
બોર્ડ બેઠક માટે આ પ્રસ્તાવ વોર્ડ-100ના ભાજપના ધારાસભ્ય સંજય સિંહે રાખ્યો હતો. તેમણે કહ્યું કે, બે નામ આપવામાં આવ્યા હતા, ગજનગર કે હરનંદીનગર. ગાઝિયાબાદનો નામ બદલવાનો વિચાર લાંબા સમયથી ચાલી રહ્યો છે. આ એક ઐતિહાસિક કાર્ય છે. મિટિંગમાં હાજર બધા ધારાસભ્યોમાંથી બે જ ધારાસભ્યએ વિરોધ નોંધાવ્યો હતો, બાકી બધાએ મંજૂર રાખ્યો હતો.
- Advertisement -
ગાઝીઉદ્રીનના નામ પરથી ગાઝીયાબાદ પડયું
ગાઝિયાબાદ શહેરની સ્થાપના 1740માં મુગલ બાદશાહ મોહમ્મદ શાહના વઝીર ગાઝીઉદીને કરી હતી. ગાઝીઉદીને ગ્રાન્ડ ટ્રન્ક રોડના કિનારે એક શહેર વસાવ્યું હતું. જેના ચાર દરવાજા હતા, શહેરનું નામ ગાઝીઉદીનના નામ પરથી ગાઝીઉદીન નગર રાખવામાં આવ્યું હતું. ત્યાર પછીથી લોકો ગાઝીયાબાદના નામથી ઓળખવા લાગ્યા.