તેઓ વિદેશમાં રહી કેનેડાના હિતોને જ નુકશાન કરે છે: 2.50 લાખ લોકોનું આવેદન
અમેરિકા દ્વારા કેનેડા પર ટેરીફ ઝીકવા તથા કેનેડાને અમેરિકાનું 51મું રાજય બનાવવાની ધમકી બાદ હવે કેનેડામાં ટ્રમ્પના ખાસ સલાહકાર એલન મસ્ક સામે વળતો મોરચો માંડવામાં આવ્યો છે.
મસ્ક એ કેનેડીયન નાગરીકત્વ ધરાવે છે અને તે રદ કરવા કેનેડા સરકાર પાસે 2.50 લાખથી વધુ કેનેડીયન નાગરીકોએ માંગ કરીને પત્ર પાઠવ્યા છે.મસ્કના જન્મ દક્ષિણ આફ્રિકાના પ્રિટોરીયામાં થયો હતો તેને તેના માતાની કેનેડીયન નાગરિકતા મળી છે.
- Advertisement -
હવે તેઓ અમેરિકી સરકારમાં રહીને કેનેડાના હિતો સામે જ કામ કરે છે તેવો આક્ષેપ કરી કેનેડામાં મસ્ક વિરોધી ઝુંબેશ શરૂ થઈ છે. અગાઉ મસ્કે કેનેડાના વડાપ્રધાન જસ્ટીન ટ્રુડોને પણ સતા પરથી દુર કરવા પ્રયાસ કર્યો હતો પણ ટ્રુડોને તેના જ પક્ષમાં બળવો થતા રાજીનામું આપવું પડી રહ્યું છે.