ગુજરાત પોલીસે સ્વદેશી એપ ‘મેપલ્સ’ સાથે ખઘઞ કર્યા
બંધ રોડ, અકસ્માત ઝોન, સ્પીડ લિમિટ સહિતની માહિતી આંગળીના ટેરવે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.18
- Advertisement -
ગુજરાતમાં રોડ સેફ્ટી અને ટ્રાફિક મેનેજમેન્ટ અંગે એક મોટી પહેલ અંતર્ગત ગુજરાત પોલીસ અને સ્વદેશી એપ મેપલ્સ (Mapmyindia) વચ્ચે સમજૂતી કરાર (MoU) પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. મેપલ્સ (મેપ માય ઇન્ડિયા) દ્વારા તેમની એપમાં વિશેષ સુવિધાઓ ડેવલપ કરી નાગરિકો માટે ખાસ ફિચર્સ અપડેટ કરવામાં આવ્યા છે.
હવે નાગરિકો-વાહનચાલકોને નેવિગેશનની સાથે-સાથે આ એપ બ્લેક સ્પોટ્સ, એક્સિડન્ટ ઝોન, સ્પીડ લિમિટ ઉપરાંત રિયલ ટાઈમ ટ્રાફિક એડવાઈઝરીની અપડેટ આગળીના ટેરવે આપશે.
સ્ટેટ ટ્રાફિક બ્રાન્ચ દ્વારા પૂરો પાડવામાં આવેલો બ્લેક સ્પોટ્સ અને સંભવિત અકસ્માત ઝોનનો ડેટા મેપલ્સ દ્વારા આ એપમાં અપડેટ કરી દેવાયો છે. તે ઉપરાંત વાહનચાલકોને ડાર્ક રસ્તા અંગે પણ પહેલેથી અંદાજ આવી જાય અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે સ્પીડ લિમિટ પણ આ એપમાં અપડેટ કરવામાં આવી છે.
આ ઉપરાંત ગુજરાત પોલીસ મેપ માય ઇન્ડિયાને દૈનિક ધોરણે રીયલ-ટાઇમમાં ટ્રાફિક એડવાઈઝરી અને ટ્રાફિક સંબંધિત માહિતી પૂરી પાડશે.
ખજ્ઞઞ મુજબ, ગુજરાત પોલીસ મેપ માય ઇન્ડિયાને દૈનિક ધોરણે રીઅલ-ટાઇમમાં ટ્રાફિક એડવાઈઝરી અને ટ્રાફિક સંબંધિત માહિતી પૂરી પાડશે, જેમાં બંધ કરાયેલા રોડ અંગેની માહિતી (છજ્ઞફમ ઈહજ્ઞતીયિત), પ્લાન્ડ રોડ ક્ધસ્ટ્રક્શન-રિપેર એક્ટિવિટિઝ, રેલીઓ અને અન્ય કાર્યક્રમોની માહિતી આ એપમાં રિયલ ટાઈમ અપડેટ થશે, જેની જાણ નાગરિકોને થતા તેઓ વૈકલ્પિક રૂટ પસંદ કરી શકશે.
- Advertisement -
નાગરિકોને એપ ડાઉનલોડ કરવા અપીલ
આ ખજ્ઞઞના સંદર્ભમાં તમામ જિલ્લાના પોલીસને આ હેતુ માટે બનાવેલા વ્હોટ્સએપ ગ્રુપ દ્વારા મેપ માય ઇન્ડિયાને ઇનપુટ્સ કેવી રીતે આપવા તેની તાલીમ આપવામાં આવી છે. ડેટા અપડેશનનું કાર્ય શરૂ થઈ ચૂક્યું છે. ગુજરાત પોલીસ વાહનચાલકો માટે તેમની મુસાફરી વધુ અનુકૂળ બનાવવા માટે રીઅલ-ટાઇમમાં વધુ સારા ટ્રાફિક અપડેટ્સ આપવા માટે મેપ માય ઇન્ડિયા સાથે સતત કાર્ય કરી રહી છે. આ સાથે કસ્ટમાઇઝ્ડ ટ્રાફિક અપડેટ્સ મેળવવા અને વધુ સારા ટ્રાફિક મેનેજમેન્ટ માટે ગુજરાત પોલીસ દ્વારા રાજ્યના નાગરિકોને મેપ માય ઇન્ડિયા (Road Closures) એપનો મહત્તમ ઉપયોગ કરવા અપીલ કરવામાં આવી છે.
‘મેપ માય ઇન્ડિયા એપ’ પર આ માહિતી મળશે
ટ્રાફિક-પોલીસ ડાયવર્ઝન
ટ્રાફિકજામ
રોડનું ખોદાણ
રોડ પરના સ્પીડ-બ્રેકર
રોડ પરના ખાડા
રોડ બંધ હોવાની સ્થિતિમાં વૈકલ્પિક માર્ગ
વીઆઇપીનો કાફલો પસાર થવાનો સમય
મેપ માય ઇન્ડિયા એપ પર નવા ફીચર્સ
બ્લેક સ્પોટ્સ
એક્સિડન્ટ ઝોન
જોખમી રસ્તાઓનું એલર્ટ
સ્પીડ લીમીટ
રિયલ ટાઇમ ટ્રાફિક એડવાઇઝરી
નેવિગેશન



