IIT કાનપુર દ્વારા ઓરલ કેન્સરને ડિટેક્ટ કરવાની ડિવાઈસ શોધી કઢવામાં આવી છે. જે માત્ર એક જ મિનિટમાં રિપોર્ટ આપી દે છે.
IIT કાનપુરે એક એવું જોરદાર ડીવાઈસ તૈયાર કર્યું છે જે માત્ર 60 સેકન્ડમાં જ રિપોર્ટ આપી દેશે કે તમને કેન્સર છે કે નહીં. આ ડિવાઈસ માત્ર મોઢાના કેન્સરની ઓળખ કરવા માટે જ છે. આ ડીવાઈસ મોંઢાની અંદરની તસવીર લેશે અને તેનું વિશ્લેષણ કરી તરત જ રિપોર્ટ આપી દેશે.
- Advertisement -
ઉલ્લેખનીય છે કે, આ ડિવાઈસથી એ પણ જાણી શકાશે કે કેન્સર કયા સ્ટેજનું છે. આ મશીન IIT કાનપુર કેમિકલ એન્જિનિયરિંગ વિભાગના પ્રોફેસર જયંત કુમાર સિંહની મદદથી સ્કેન જીની કંપનીએ બનાવ્યુ છે. જે આ વર્ષે ડિસેમ્બર સુધીમાં માર્કેટમાં આવી શકે છે. અહીંયા જાણીશું કે,આ મશીન કેટલું અસરકારક છે અને તેની કિંમત કેટલી હશે.
3000 લોકો પર ટ્રાયલ
આ ડિવાઈસ પ્રો. જયંત કુમાર સિંહ અને તેમની ટીમે 6 વર્ષમાં તૈયાર કર્યુ છે. જે એક પોર્ટેબલ ડિવાઈસ છે. તેને નાની બેગમાં રાખીને પણ ગમે ત્યાં લઈ જઈ શકાય છે. જેને કાનપુરમાં ઘણી જગ્યાએ કેમ્પ કરીને લગભગ 3 હજાર લોકો પર તેનું ટ્રાયલ પણ કરવામાં આવ્યું છે. આ ડિવાઈસથી 22 વર્ષ સુધીના યુવાનોમાં પણ કેન્સરની ઓળખ કરવામાં આવી છે. ટ્રાયલમાં ફેક્ટરીના કામદારો અને ખાનગી નોકરી કરતા લોકોએ પણ ભાગ લીધો હતો.
- Advertisement -
કેવી રીતે કાર્ય કરે છે?
આ ડિવાઈસની સાઈઝ ટૂથબ્રશ જેટલી જ છે. તેમાં હાઈ ક્વોલિટી કેમેરા અને LED લાગેલા છે. તેને સ્માર્ટફોન, ટેબલેટ અથવા આઈપેડ સાથે પણ કનેક્ટ કરી શકાય છે. મોઢાની અંદરની તસવીર લીધા બાદ મોબાઈલમાં ડિટેઇલ રિપોર્ટ મોકલે છે. તે પાવર બેકઅપની સાથે ટ્રેકિંગ માટે હેલ્થ હિસ્ટ્રીને સ્ટોર પણ કરે છે. તેનું રિઝલ્ટ 90% સટિક છે અને તેના ટેસ્ટમાં પણ કોઈ દુખાવો થતો નથી.
કિંમત
મોઢાના કેન્સરને ઓળખવા માટેની ડિવાઈસની કિંમત 1.5 લાખ રૂપિયાથી લઈને 2 લાખ રૂપિયા સુધીની છે. તેમાં વપરાતો ઘણો સામાન વિદેશથી મંગાવવો પડે છે, તેથી તેની કિંમત વધુ છે. એક ડિવાઈસથી ઓછામાં ઓછા 5 લાખ લોકોનું પરીક્ષણ કરી શકાય છે. જેમાં એક દિવસમાં લગભગ 300 લોકોનું પરીક્ષણ કરી શકાય છે.