Ghibli-સ્ટાઈલના ફોટો પછી હવે ChatGPT તમારા ફોટો સાથે ઘણું બધું કરી શકે છે. વધુને વધુ યુઝર્સ એક્શન ફિગર બનાવવા માટે AI ટૂલનો ઉપયોગ કરી રહ્યા છે.
ઈન્ટરનેટ પર હવે એક નવો ટ્રેન્ડ આવી ગયો છે. ઘીબલી પછી હવે યુઝર્સ પોતાના ફોટોને એક્શન ફિગરમાં બદલી રહ્યા છે. આ માટે તેઓ ChatGPT નો ઉપયોગ કરી રહ્યા છે. ChatGPTનું ઈમેજ જનરેશન ફીચર Lego અને Simpsons કેરેક્ટર બનાવી શકે છે, Pixar-સ્ટાઈલના પોટ્રેટ પણ બનાવી શકે છે. આમાં યુઝર્સ ફોટો અપલોડ કરીને ઇચ્છિત કેરેક્ટરનો પ્રોમ્પ્ટ આપી શકે છે. જેના પછી ChatGPT કસ્ટમાઇઝ્ડ એક્શન ફિગર ઇમેજ જનરેટ કરે છે. યુઝર્સ જરૂર મુજબ ફોટોને વધુ કસ્ટમાઇઝ કરી શકે છે.
- Advertisement -
Ghibli-સ્ટાઈલના ફોટો પછી હવે ChatGPT તમારા ફોટો સાથે ઘણું બધું કરી શકે છે. આ નવો ટ્રેન્ડ ઓનલાઈન ચર્ચામાં આવી ગયો છે કારણ કે વધુને વધુ યુઝર્સ એક્શન ફિગર બનાવવા માટે AI ટૂલનો ઉપયોગ કરી રહ્યા છે. કેવી રીતે? ખૂબ જ સરળ છે. તમારા કેરેક્ટરની વિશેષતાઓ જણાવો, ચહેરાના હાવભાવ કેવા અહોવા જોઈએ, કયા વ્યવસાયમાં છે અને કેરેક્ટર માટે સંબંધિત કોઈપણ માહિતી આપી શકો છે. ચાલો જાણીએ તમારા ફોટોને એક્શન ફિગરમાં કેવી રીતે બદલી શકાય છે.
ChatGPT માં એક્શન ફિગર કેવી રીતે બનાવવું?
તમારા વેબ બ્રાઉઝર પર ChatGPT એપ ખોલો અથવા www.chatgpt.com પર જાઓ.
જો તમે ChatGPT Plus નો ઉપયોગ કરી રહ્યા છો, તો GPT-4o મોડેલ પસંદ કરો. ફ્રી-ટિયર યુઝર્સ દિવસમાં ફક્ત ફક્ત ત્રણ વખત જ એક્શન ફિગર્સ બનાવી શકે છે.
ચેટમાં તમારો ફોટો સિલેક્ટ કરીને અપલોડ કરો.
હવે ફોટો અપલોડ કરીને એક્શન ફિગરની બધી વિશેષતાઓ વિગતવાર સમજાવતું ચોક્કસ ટેક્સ્ટ પ્રોમ્પ્ટ આપો. ઉદાહરણ તરીકે, ફિગરના ઉભા રહેવાની સ્થિતિ, પેકેજિંગ ડિઝાઇન અને એસેસરીઝના એડ કરવા વિશેની વિગતો આપો. એકવાર ફોટો બની જાય, પછી તમે તેને તમારી જરૂરિયાત મુજબ એડિટ પણ કરી શકો છો.
- Advertisement -
AI ટૂલ એક એક્શન ફિગર ઇમેજ બનાવશે જેને તમે જરૂર મુજબ વધુ કસ્ટમાઇઝ કરી શકો છો.
ChatGPTની ઇમેજ જનરેશન ક્ષમતા ચર્ચામાં શા માટે છે?
ChatGPT પહેલા ફક્ત ટેક્સ્ટ-આધારિત ચેટ્સ માટે જાણીતું હતું, પરંતુ OpenAI દ્વારા GPT-4o સાથે તેનું મૂળ ઈમેજ જનરેશન ફીચર રજૂ કર્યા પછી તે ટ્રેન્ડિંગ થઈ ગયું. હવે તે ન ફક્ત ફોટોરિયલિસ્ટિક અને સ્ટાઇલિશ ફોટો બનાવે છે પણ યુઝર્સના ફોટોને એડિટ પણ કરી શકે છે. ઘિબલી સ્ટાઈલ ફોટોની લોકપ્રિયતાને પગલે, લોકો AI ની શક્યતાઓને વધુ એક્સ્પ્લોર કરી રહ્યા છે.