આજે EDએ AAPના વરિષ્ઠ નેતાઓના ઘરો પર દરોડા પાડ્યા હતા. રિપોર્ટ અનુસાર દિલ્હી જલ બોર્ડમાં ભ્રષ્ટાચારના મામલામાં આ દરોડા પાડવામાં આવી રહ્યા છે.
દિલ્લીમાં આમ આદમી પાર્ટીના મોટા નેતાઓના ઘરમાં EDની રેડ પડી છે. દિલ્હીમાં 12 થી વધુ સ્થળો પર EDના દરોડા ચાલુ છે, જેમાં CM અરવિંદ કેજરીવાલના ખાનગી સચિવ બિભવ કુમાર અને શલભ કુમાર સહિત ઘણા નેતાઓના ઘરો પર દરોડા પાડવામાં આવી રહ્યા છે. આ તમામ સ્થળો આમ આદમી પાર્ટીના નેતાઓ સાથે જોડાયેલા હોવાનું કહેવાય છે.
- Advertisement -
#WATCH | ED raid underway at the residence of AAP MP ND Gupta in Delhi.
As per sources, ED is conducting searches at nearly 10 locations including the residence of Delhi CM Arvind Kejriwal's personal secretary among others connected to the Aam Aadmi Party as part of its money… pic.twitter.com/dRdlSJjE6s
— ANI (@ANI) February 6, 2024
- Advertisement -
મળતી માહિતી મુજબ, મની લોન્ડરિંગના મામલામાં આ દરોડા પાડવામાં આવી રહ્યા છે. આ કાર્યવાહી દિલ્હી સરકારના મંત્રી આતિષીની પ્રેસ કોન્ફરન્સ પહેલા કરવામાં આવી છે, જેમણે મંગળવારે સવારે 10 વાગ્યે EDની કાર્યવાહી અંગે મીડિયાને મળવાની વાત કરી હતી.
આ દરોડા દરમિયાન આજે આમ આદમી પાર્ટીની એક પ્રેસ કોન્ફરન્સ કરી હતી જેમાં દિલ્હી સરકારના મંત્રી આતિશી સિંહે કહ્યું કે આ બધું અમને ડરાવવા માટે કરવામાં આવી રહ્યું છે.
#WATCH | Delhi Minister Atishi says "For the last 2 years, AAP leaders are being threatened. In the name of this so-called liquor scam, someone's house is raided, someone gets summons and someone is arrested…Even after hundreds of raids in two years, ED has not been able to… pic.twitter.com/ffKkey0GI3
— ANI (@ANI) February 6, 2024
ED દિલ્હી એક્સાઇઝ પોલિસી કૌભાંડ સંબંધિત કથિત વ્યવહારોમાં મની લોન્ડરિંગની તપાસ કરી રહી છે. EDએ આ મામલામાં અત્યાર સુધી દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા અને રાજ્યસભા સાંસદ સંજય સિંહ સહિત ઘણા લોકોને કસ્ટડીમાં લીધા છે. આ સંબંધમાં તપાસ દરમિયાન મળેલી માહિતીના આધારે EDએ મંગળવારે દરોડા પાડ્યા છે.
આ વિશે AAP મંત્રી આતિશીએ કહ્યું કે, ગવાહી સમયે સીસીટીવી કેમેરાનું મોનિટરિંગ જરૂરી છે, પરંતુ અહીં તો સીસીટીવી ગાયબ છે. ED બળજબરીથી કેસ બનાવી રહ્યું છે એટલે જ EDની તપાસમાં કૌભાંડ સામે આવ્યું છે.