બ્રિટનના પ્રધાનમંત્રી કેર સ્ટાર્મર અને કેનેડાના પ્રધાનમંત્રી જસ્ટિન ટ્રુડો વચ્ચે ફોન પર વાતચીત થઇ હોવાનું સામે આવ્યું છે. આ દરમ્યાન બંને નેતાઓએ કાનુન વ્યવસ્થા પર જોર આપવાની વાત કરી. સાથે જ ભારત સાથે જોડાયેલા મામલાની કેનેડામાં ચાલી રહેલી તપાસનો પણ ઉલ્લેખ થયો
ભારત અને કનેડા વચ્ચેના ચાલી રહેલા વિવાદમાં હવે બ્રિટનની એન્ટ્રી થઈ છે. બ્રિટનના પ્રધાનમંત્રી કેર સ્ટાર્મર અને કેનેડાના પ્રધાનમંત્રી જસ્ટિન ટ્રુડો વચ્ચે ફોન પર વાતચીત થઇ હોવાનું સામે આવ્યું છે.. આ દરમ્યાન બંને નેતાઓએ કાનુન વ્યવસ્થા પર જોર આપવાની વાત કરી સાથે જ ભારત સાથે જોડાયેલા મામલાની કેનેડામાં ચાલી રહેલી તપાસનો પણ ઉલ્લેખ થયો માનવમાં આવે છે કે તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી બન્ને નેતાઓ એકબીજા સાથે નિકટનો સંપર્ક જાળવી રાખવા માટે સહમત થયા છે. હાલ જ્યારે ભારત અને કનેડા વચ્ચેના સંબંધો ખૂબ જ તણાવમાં છે, ત્યારે આ વાતચીત ખૂબ જ મહત્વની માનવામાં આવી રહી છે.
- Advertisement -
કેનેડાની તરફથી ભારત પર આરોપ એવા સમયે કરવામાં આવી રહ્યા છે જ્યારે ટ્રુડોની લોકપ્રિયતા ઘણી ઘટી ગઈ છે. તેમના સમક્ષ ચૂંટણી હારવાનો ખતરો ઊભો થયો છે. પૂર્વ રાજનાયિક અને લેખક રાજીવ ડોગરાએ કહ્યું કે, ટ્રુડો હવે કટ્ટરવાદીઓનું સમર્થન મેળવવા માટે આ બધું કરી રહ્યા છે.
યૂનાનમાં એમ્બેસેડર રહી ચૂકેલા સિંહાએ જણાવ્યું કે, ભારતે પહેલેથી જ કનેડામાં કાર્યરત ભારતીય હાઈકમિશનર અને અન્ય વરિષ્ઠ ભારતીય ડિપ્લોમેટ્સના વિરુદ્ધ અકારણ આરોપ લગાવનારા કનેડા સરકારના અત્યંત અસંવેદનશીલ કાર્ય સામે જવાબી કાર્યવાહી કરવા માટે સૌથી મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. સિંહાએ ડોગરાની વાતને પુનરાવર્તિત કરીને કહ્યું કે, ટ્રુડો ચૂંટણી પૂર્વ સર્વેક્ષણમાં પાછળ દેખાય છે, તેમને પોતાની હાર દેખાઇ રહી છે.
નોંધનીય છે કે, ગયા વર્ષે સપ્ટેમ્બર દરમિયાન નિઝ્જરની હત્યાના મામલામાં ભારતીય એજન્ટોની સંભવિત સંલિપ્તતા અંગે ટ્રુડો દ્વારા કરવામાં આવેલા આરોપોને કારણે બંને દેશો વચ્ચેના સંબંધો ખૂબ જ તણાવમાં આવ્યા છે. ભારતે ટ્રુડોના આરોપોને બેકાર ગણાવ્યા છે અને કહ્યું છે કે બંને દેશો વચ્ચેનો મુખ્ય મુદો કનેડા દ્વારા તેની ભૂમિમાંથી સક્રિય ખાલિસ્તાન સમર્થક તત્ત્વોને ખુલ્લેઆમ સમર્થન આપવું છે.