ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીની ઉપસ્થિતિમાં દૂધ ઉત્પાદક મહિલાઓનું સંમેલન યોજાયું
ખાસ-ખબર ન્યૂઝ અમદાવાદ, તા.15
- Advertisement -
પાટણ જિલ્લાના રાધનપુર ખાતે બનાસડેરીના ચેરમેન અને ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીની ઉપસ્થિતિમાં દુધ ઉત્પાદક મહિલાઓનું સંમેલન યોજાયું હતું. આ પ્રસંગે બનાસડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરી, સાંતલપુર તાલુકાના બનાસડેરીના ડિરેક્ટર રાધાભાઈ આહીર, રાધનપુર વિધાનસભાના ધારાસભ્ય લવિંગજી સોલંકી, જિલ્લા પંચાયતના પ્રમુખ હેતલબેન ઠાકોર, પાટણ જિલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઈ સિંધવ, બનાસ બેંકના વાઇસ ચેરમેન કેશુભા પરમાર, રાધનપુર નગરપાલિકાના પ્રમુખ ભાવનાબેન જોશી અને અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં રાધનપુર ખાતે આવેલ દુધ ઉત્પાદક શિત કેન્દ્ર ખાતે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ અને બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરીની ઉપસ્થિતિમાં દુધ દિન અને મહિલા જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો.
આ પ્રસંગે શંકરભાઈ ચૌધરી જણાવ્યું કે, ગોબરગેસ પ્લાન્ટ તૈયાર કરવામાં આવ્યો છે. હવે પશુ પાલકો પાસેથી ગોબર અને ગૌમુત્રની ખરીદી બનાસ ડેરી કરશે. આ પ્રસંગે રાધનપુર અને સાંતલપુર તાલુકાના પશુ પાલકોને દુધ ઉત્પાદન વધારવા માટે ટકોર કરી હતી.