મુનમુન દત્તા બિગબોસ ઘઝઝની બીજી સિઝનમાં ભાગ લે તેવી અફવા!
ખાસ-ખબર સંવાદદાતા
‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ ટીવી દુનિયાની એક એવી સીરિયલ છે જેનું દરેક પાત્ર લોકોના દિલમાં વસે છે. ધીરે ધીરે જૂના કલાકારો આ શોને અલવિદા કહેતા જાય છે. શરૂઆત પંજાબી શેર રોશનસિંહ સોઢી, ટપ્પુ ગડા, થોડા સમય પહેલાં શૈલેષ લોઢા એટલે કે ખુદ તારક મહેતા. હવે એવી વાત બહાર આવી છે કે આ શોમાં બબીતાજીનું પાત્ર ભજવતા મુનમુન દત્તા પણ શોને અલવિદા કહી શકે અહેવાલો એવા છે કે મુનમુન બિગબોસ ઓટીટીની બીજી સીઝનમાં ભાગ લેવાની છે.
- Advertisement -
દરમિયાન શોમાં દયાબેનનો રોલ દર્શકોનો સૌથી ફેવરિટ છે. દયાબેનના રોલને અભિનેત્રી દિશા વકાણીએ એટલી મહેનતથી ભજવ્યો છે કે લોકો તેના આ પાત્રના દિવાના થઈ ગયા છે પરંતુ દિશા વાકાણી છેલ્લા ઘણા સમયથી શોમાં જોવા મળી રહી નથી.
શોના પ્રોડ્યુસરે કહ્યું છે કે આપણા બધાની એક વ્યક્તિગત જિંદગી છે એટલા માટે હું તેના ઉપર કોઈ પ્રતિક્રિયા આપીશ નહીં પરંતુ દિશાબેન હોય કે નિશાબેન હોય તમને દયાબેન શોમાં જરૂર જોવા મળશે અને એ પાત્ર લોકોનું મનોરંજન કરવામાં બિલકુલ કચાશ રાખશે નહીં.