ગોલ્ડ બુલિયન ઉપર પણ હોલમાર્કિંગ બનશે અનિવાર્ય
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.16
- Advertisement -
કેન્દ્ર સરકાર નવા વર્ષથી જ્વેલરી બનાવવામાં વપરાતા ગોલ્ડ બુલિયન પર પણ હોલમાર્કિંગ ફરજિયાત કરવા જઈ રહી છે. તેને તબક્કાવાર દેશભરમાં લાગુ કરવામાં આવશે. આ બાબત સાથે સંકળાયેલા તમામ હિતધારકો આ પ્રસ્તાવ સાથે સંમત થયા છે. નોંધનીય છે કે સોનાના બુલિયનનો ઉપયોગ જ્વેલરીના ઉત્પાદન માટે કાચા માલ તરીકે થાય છે. હાલમાં આના પર હોલમાર્કિંગ જરૂરી નથી. આ નવા નિયમથી સોનામાં ભેળસેળ પર સંપૂર્ણ પ્રતિબંધ લાગી શકે છે.
ગ્રાહકો લાંબા સમયથી માંગ કરી રહ્યા છે કે સોનાના દાગીનાની ગુણવત્તા ત્યારે જ સુનિશ્ચિત કરી શકાય જ્યારે બુલિયન હોલમાર્ક હોય. આ અંગે પરામર્શ પ્રક્રિયા લાંબા સમયથી ચાલી રહી હતી. ગોલ્ડ બુલિયન હોલર્માકિંગ ફરજિયાત બન્યા બાદ રિફાઇનર્સ આયાતી સોનાની ગુણવત્તા જાણી શકશે.
ગોલ્ડ બુલિયન પર હોલમાર્કિંગને લઈને રચાયેલી સમિતિએ આ મામલે પોતાનો રિપોર્ટ સોંપ્યો છે. આ વર્ષના અંત સુધીમાં તમામ પ્રક્રિયાઓ પૂર્ણ થવાની ધારણા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે તેના નિયમો ડિસેમ્બર સુધીમાં ફાઈનલ થઈ જશે. ગ્રાહકોને એ હકીકતનો ફાયદો થશે કે હોલમાર્કવાળા બુલિયન દેશમાં બનેલા સોનાના દાગીનાની શુદ્ધતા સુનિશ્ચિત કરવામાં મદદ કરશે. ગ્રાહકો જાણી શકશે કે જ્વેલરી બનાવતા પહેલા સોનું કેટલું શુદ્ધ હતું. અને જ્વેલરી બન્યા પછી તેની ગુણવત્તામાં કેટલો ફરક આવ્યો?
- Advertisement -
હોલર્માકિંગ અહીં રજૂ કરાયેલ સોનાની શુદ્ધતા અને સુંદરતાને પ્રમાણિત કરવાની પ્રક્રિયાને હોલર્માકિંગ કહેવામાં આવે છે. ભારતીય માનક બ્યુરોએ પહેલેથી જ 14 કેરેટ, 18 કેરેટ, 22 કેરેટ, 23 કેરેટ અને 24 કેરેટની બનેલી જ્વેલરી અને કલાકળતિઓનું હોલર્માકિંગ ફરજિયાત કર્યું છે. આ નિયમ વર્ષ 2022થી જ લાગુ થશે. આ પગલું સોનાની ખરીદીને સુરક્ષિત બનાવવા અને ગ્રાહકોને છેતરપિંડીથી બચાવવા માટે લેવામાં આવ્યું છે.