સર્બિયાના નંબર વન ટેનિસ ખેલાડી નોવાક જોકોવિચે રવિવારે ઓસ્ટ્રેલિયાના નિક કિર્ગિયોસને હરાવીને સાતમી વાર વિમ્બ્લ્ડન ચેમ્પિયન બન્યો છે.
સર્બિયન ટેનિસ ખેલાડી નોવાક જોકોવિચે વિમ્બલ્ડન મેન્સ સિંગલનું ટાઈટલ જીતી લીધું છે. ટોચના ક્રમાંકિત જોકોવિચે વર્ષના ત્રીજા ગ્રાન્ડ સ્લેમની ફાઇનલમાં ઓસ્ટ્રેલિયાના નિક કિર્ગિઓસને 4-6, 6-3, 6-4, 7-6થી હરાવ્યો હતો. પ્રથમ સેટમાં કિર્ગિઓસે શાનદાર સર્વ સાથે જીત મેળવી હતી. પરંતુ તે વેગ જાળવી શક્યો નહોતો. જોકોવિચે બીજો અને ત્રીજો સેટ આસાનીથી જીતી લીધો હતો. કિર્ગિઓસે છેલ્લા સેટમાં પણ ફાઈટ આપી હતી પરંતુ તે પૂરતું ન હતું.
- Advertisement -
Congratulations @DjokerNole on another @Wimbledon Men’s singles Championship 👏🏆
And commiserations to @NickKyrgios, it won’t be last time we see you on finals day
— The Prince and Princess of Wales (@KensingtonRoyal) July 10, 2022
- Advertisement -
ફેડરરને પાછળ છોડ્યો
નોવાક જોકોવિચનું આ 7મું વિમ્બલ્ડન અને 21મું ગ્રાન્ડ સ્લેમ ટાઈટલ છે. તેણે સૌથી વધુ ગ્રાન્ડ સ્લેમ ટાઇટલ જીતવામાં સ્વિટ્ઝર્લેન્ડના રોજર ફેડરરને પાછળ છોડી દીધા છે. ફેડરરે અત્યાર સુધીમાં 20 ગ્રાન્ડ સ્લેમ ટાઈટલ જીત્યા છે. સૌથી વધુ 22 ટાઇટલ જીતવાનો રેકોર્ડ સ્પેનના રાફેલ નડાલના નામે છે. આ વર્ષની શરૂઆતમાં ત્રણેય ખેલાડીઓના નામે 20-20 ટાઇટલ હતા. નડાલે ઓસ્ટ્રેલિયન અને ફ્રેન્ચ ઓપન જીતી હતી. તે પેટમાં ઈજાને કારણે વિમ્બલ્ડનની સેમિફાઈનલમાંથી બહાર થઈ ગયો હતો.
Centre Court rises again for one of its great champions
Congratulations, @DjokerNole 👏#Wimbledon | #CentreCourt100 pic.twitter.com/RAm2mm56pS
— Wimbledon (@Wimbledon) July 10, 2022
શું છે વિમ્બલ્ડન ટૂર્નોમેન્ટ
વિમ્બલ્ડન ચેમ્પિયનશીપ વિશ્વમાં ટેનિસની સૌથી જુની ટૂર્નોમેન્ટ છે અને તે સૌથી પ્રતિષ્ઠિત અને ચર્ચિત પણ છે. વિમ્બલ્ડન ચેમ્પિયનશીપમાં જીતવું કંઈ ખાવાના ખેલ નથી અને તે નોવાક જેવા કોઈક નંબર વન ખેલાડી કરી શકે છે.