-કાસ્પર રૂડનો ચીનના ઝહાંગ સામે 6-4, 5-7, 6-2, 0-6, 6-2 પરાજય થતા અપસેટ
યુએસ ઓપનમાં નોવાક જોકોવિચ ત્રીજા રાઉન્ડમાં સફળ પ્રવેશ થકી 24માં ગ્રાન્ડ સ્લેમ ટાઈટલ તરફ વધુ એક ડગલું આગળ આવ્યો હતો. જોકોવિચનો બીજા રાઉન્ડની મેચમાં બર્નાબે ઝાપતા મિરાલ્લેસ સામે 6-1, 6-1થી આસાન વિજય થયો હતો. જોકોવિચે કોરોના રસી નહીં લીધી હોવાથી ગત વર્ષે તે યુએસ ઓપનમાં ભાગ લઈ શકયો ન હતો.
- Advertisement -
જો કે આ વખતે ટુર્નામેન્ટ જીતવા તે ફેવરીટ છે. પુરૂષોની અન્ય એકલ મેચમાં સ્ટેફાનોસ સિત્સિપાસનો 128માં ક્રમાંકનકા સ્વિત્ઝરલેન્ડના કવોલિફાયર ડોમીનીક સ્ટ્રિકર સામે 7-5, 6-7(2), 6-7(5), 7-6(6), 6-3થી પરાજય થયો હતો. જે આંચકાજનક હતો. આ ઉપરાંત 2022ના યુએસ ઓપન રનર અપ રહેલા કાસ્પર રૂડનો રૂહાંગ ઝિઝેન સામે 6-4, 5-7, 6-2, 0-6, 6-2થી પરાજય થયો હતો જે ટુર્નામેન્ટનો મોટો અપસેટ હતો.
પાંચમો સીડ ધરાવતા રૂડને હરાવીને ઝહાંગ યુએસ ઓપનના ત્રીજા રાઉન્ડમાં પહોંચનાર પ્રથમ ચાઈનીઝ ખેલાડી રહ્યો હતો. અગાઉ તે જૂનમાં ફ્રેન્ચ ઓપનના ત્રીજા રાઉન્ડમાં પહોંચવામાં સફળ રહ્યો હતો. ત્રીજા રાઉન્ડમાં તેનો મુકાબલો ઓસ્ટ્રેલિયાના રિન્કી હિજીકાતા સામે થશે.
બોપન્ના-એબ્ડેનનો યુએસ ઓપનમાં વિજયી પ્રારંભ
ભારતના રોહન બોપન્ના અને ઓસ્ટ્રેલિયાના મેથ્યુ એબ્ડેનની જોડીએ યુએસ ઓપનમાં મેન્સ ડબલ્સમાં વિજયી પ્રારંભ કર્યો છે. પ્રથમ રાઉન્ડની મેચમાં બોપન્ના અને એબ્ડેનનો ક્રિસ્ટોફર ઓ’કોનેલ અને એલેકઝાન્ડર વુકિચ સામે 6-4, 6-2થી વિજય થયો હતો.
- Advertisement -
છઠ્ઠો સીડ ધરાવતા બોપન્ના-એબ્ડેને એક કલાકથી ઓછા સમયમાં સરળતાથી મેચ પોતાના નામે કરી હતી. બંનેએ પાંચ બ્રેક પોઈન્ટસમાંથી ત્રણ પોતાની તરફેણમાં કર્યા હતા જયારે તેમના પ્રતિસ્પર્ધી જોડીને એક પણ બ્રેક પોઈન્ટ આપ્યો ન હતો.