બેલા ગામની સીમમાં આવેલા પવનસુત ઓફસેટના ગોડાઉનમાં LCBના દરોડા, દારૂ અને બોલેરો સહિત 20.19 લાખનો મુદ્દામાલ જપ્ત
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટના કુખ્યાત બુટલેગર અને તેની ટોળકીએ મોરબી તાલુકાના બેલા ગામની સીમમાં ઓફસેટના ગોડાઉનમાં વિદેશી દારૂનો જથ્થો ઉતાર્યો હોવાની બાતમીને આધારે મોરબી એલસીબી ટીમે દરોડો પાડીને રૂપિયા 15.19 લાખની કિંમતની જુદી-જુદી બ્રાન્ડની 3780 બોટલ દારૂ અને બોલેરો કાર સહીત રૂ.20.19 લાખનો મુદામાલ કબ્જે કર્યો હતો જો કે દરોડા દરમિયાન આરોપીઓ હાજર નહીં મળી આવતા ત્રણ શખ્સો વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ મથકમાં ગુન્હો દાખલ કરાયો છે. રાજકોટના કુખ્યાત બુટલેગર ફિરોજ હાસમભાઇ મેણું ઉર્ફે ફીરીયા સંધીએ પોતાના સાગરીતો મારફતે બેલા ગામની સીમમાં આવેલ પવનસુત ઓફસેટના ગોડાઉનમાં વિદેશી દારૂનો જથ્થો ઉતાર્યો હોવાની બાતમી મોરબી એલસીબી ટીમને મળતા ક્રાઈમ બ્રાન્ચ ટીમે દરોડો પાડીને ગોડાઉનમાંથી 15.19 લાખની કિંમતની અલગ અલગ બ્રાન્ડની વિદેશી દારૂની 3780 બોટલો મળી આવી હતી જેથી પોલીસે વિદેશી દારૂના જથ્થા સહિત પાંચ લાખની કિંમતની બોલેરો કાર મળી કુલ રૂ. 20,19,320 નો મુદ્દામાલ કબ્જે કરીને આરોપી ફિરોજ હાસમભાઇ મેણું સંધી (રહે. જંગલેશ્વર, રાજકોટ), ધવલ રસિક સાવલિયા (રહે. રાજકોટ) અને જીજે-25-યુ-9826 નંબરના બોલેરોના ચાલક વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ મથકમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધાવીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.