ફૂડ વિભાગનું ચેકિંગ: 12 કિલો અખાદ્ય જથ્થો નાશ કરાયો
ભોલા જનરલ સ્ટોર ખાતેથી 10 કિલો નમકીન અને બેકરી પ્રોડક્ટનો નાશ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં સર્વેલન્સ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં બે વેપારી પેઢીઓ પાસેથી એક્સપાયરી ડેટ વીતેલો અને વાસી મળીને કુલ 12 કિલોગ્રામ અખાદ્ય ખાદ્યચીજોનો જથ્થો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો.
ભોલા જનરલ સ્ટોર (જગન્નાથ ચોક): અહીં તપાસ કરતા વેચાણ માટે સંગ્રહ કરેલ એક્સપાયરી ડેટ વીતેલ નમકીન અને બેકરી પ્રોડક્ટ્સ સહિત કુલ 10 કિલોગ્રામ અખાદ્ય જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો. પેઢીને હાઇજેનિક કન્ડિશન જાળવવા સૂચના અપાઈ હતી.
શ્રીરામ પંજાબી ચાઇનીઝ (ગોંડલ રોડ): સ્થળ પર સંગ્રહ કરેલ વાસી પ્રિપેર્ડ ખાદ્યચીજોનો કુલ 2 કિલોગ્રામ અખાદ્ય જથ્થો નાશ કરવામાં આવ્યો અને પેઢીને ફૂડ લાઇસન્સ મેળવવા તથા યોગ્ય સ્ટોરેજ જાળવવા બાબતે નોટિસ.
ન્યુ જલારામ રેસ્ટોરેન્ટ (રૈયા ચોકડી): હાઇજેનિક કન્ડિશન, યોગ્ય સ્ટોરેજ અને ફૂડ લાઇસન્સ મેળવવા બાબતે નોટિસ આપવામાં આવી.
એન્જલ મદ્રાસ કાફે (મહિલા કોલેજ બ્રિજ): હાઇજેનિક કન્ડિશન, યોગ્ય સ્ટોરેજ અને ફૂડ લાઇસન્સ સ્થળ પર દર્શાવવા બાબતે નોટિસ આપવામાં આવી.
નાગેશ્વર વિસ્તારમાં ચેકિંગ: જામનગર રોડ નાગેશ્વર વિસ્તારમાં કુલ 19 ધંધાર્થીઓની ચકાસણી કરવામાં આવી, જેમાં 8 ધંધાર્થીઓને ફૂડ લાઇસન્સ મેળવવા બાબતે સૂચના આપવામાં આવી હતી.
ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એક્ટ-2006 હેઠળ વિશેષ ડ્રાઇવ અંતર્ગત કુલ 07 નમૂના લેવામાં આવ્યા હતા, જેમાં વિમલ પાન મસાલા, રજનીગંધા પાન મસાલા, રાજશ્રી પાન મસાલા, મિક્સ દૂધ (લુઝ), ભેંસનું દૂધ (લુઝ), ટેન્કરમાંથી મિક્સ દૂધ અને પીઝા ક્ધટ્રીમાંથી મંચુરિયન (પ્રિપેર્ડ-લુઝ)ના નમૂનાનો સમાવેશ થાય છે.



