ખાસ-ખબરના અહેવાલ બાદ…
સરકારી જમીન પર ઉભી કરેલી દુકાનોના કબજેદારોને નોટિસ પાઠવી
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.29
ધ્રાંગધ્રા – સુરેન્દ્રનગર રોડ પર આવેલી કિંમતી સરકારી જમીન પર ગેરકાયદેસર રીતે પાક્કુ બાંધકામ કરી દુકાનો ઉભી કરી દેવાઈ હતી આ અંગે ખાસ ખબર દ્વારા ગત 24 મેના રોજ અહેવાલ પ્રસિધ્ધ કરાયો હતો જે અહેવાલને ધ્યાને લઈ ધ્રાંગધ્રા પ્રાંત અધિકારી હર્ષદીપભાઈ આચાર્ય દ્વારા ગેરકાયદેસર બાંધકામ દૂર કરવા માટે સરકારી જમીન પર બાંધકામ કરી દુકાનોના કબજેદારોને સમય મર્યાદા સાથેની નોટિસ પાઠવી હતી.
જાણવા મળતી વિગતો અનુસાર ધ્રાંગધ્રા સુરેન્દ્રનગર જતા રાજસીતાપુર ગામ નજીક આવેલી પાંચ પીરની દરગાહ સને સરકારી જમીન પર છેલ્લા કેટલાક સમયથી ગેરકાયદેસર બાંધકામ કરી તેમાં દુકાનો ઉભી કરી ગામના જ રાજકીય ઇશમ દ્વારા બરોબર દુકાનો વેચી મારી હતી જ્યારે આ દુકાનોની પાછળ આવેલી જગ્યામાં મોબાઈલ ટાવર પણ ઉભો કરવામાં આવ્યો છે જોકે દુકાનો વેચી માર્યા બાદ આ ભૂમાફિયા દ્વારા મોબાઇલ ટાવરનું દર મહિને મોટું તગડું ભાડું પણ લેતા હોવાનું સામે આવ્યું છે. જે અંગે આ કિંમતી સરકારી જમીનને પચાવી પાવાનું કરતાં ખુલ્લું પાડવા ખાસ ખબર દ્વારા ગત 24 મેના રોજ અહેવાલ પ્રસિધ્ધ કરાયો હતો જે અહેવાલને ધ્યાને લઈ ધ્રાંગધ્રા પ્રાંત અધિકારી હર્ષદીપભાઈ આચાર્ય દ્વારા ધ્રાંગધ્રા મામલતદારને નોટિસ આપવા માટે આદેશ કર્યો હતો આ તરફ મામલતદાર દ્વારા સરકારી જમીન પર દુકાનો ચલાવતા કબજેદારોને નોટિસ પાઠવી સાત દિવસમાં તેઓની પાસે જમીન અંગે કોઈ દસ્તાવેજી પુરાવા પ્રાંત અધિકારી સમક્ષ રજૂ કરવા આદેશ કર્યો હતો. અન્યથા દશ દિવસમાં પોતાની જાતે જ પાક્કું બાંધકામ હટાવવા અને જો પોતે બાંધકામ દૂર નહીં કરે તો તંત્ર દ્વારા બુલડોઝર ચલાવવાના સ્પષ્ટ સંકેતો આપ્યા હતા. ત્યારે આ કિંમતી જમીન હડપ કરી દુકાનોને બરોબર વેચાણ કર્યા બાદ હવે તંત્રની નોટિસ મળતા દુકાનદારોએ વેચાણ કરેલ ભૂમાફિયાના ગળે પડ્યા હતા.