એમજી રોડની વર્જ ચેમ્બરનો જર્જરિત ભાગને બદલે પુરા બિલ્ડીંગના આસામીઓને નોટીસ
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢમાં વાત કરવામાં આવે જજરીત મકાનોની તો ઘણો સમયથી નિંદ્રા અવસ્થામાં પોઢેલું મહાનગરપાલિકા દાતાર રોડ પર સર્જાયેલ દુર્ઘટનાને લઈને સફાળું જાગી ગયું છે અને હરકતમાં પણ આવ્યું છે ત્યારે જુનાગઢ મહાનગર પાલિકાના એન્જિનિયરો રવિવારે પણ કામ કરતા થઈ ગયા છે જૂનાગઢની એમજી રોડ પર આવેલ વ્રજ ચેમ્બરમાં જર્જરીત માત્ર ત્રીજા માળ હોય ત્યારે આખે આખા કોમ્પલેક્ષને જર્જરીત ગણાવી વેપારીઓને વેપાર ધંધો બંધ કરવા મજબૂર કર્યા છે.
- Advertisement -
જૂનાગઢ મનપા દ્વારા નોટિસ પાઠવી 24 કલાકમાં ઉતારી લેવા માટે અથવા ખાલી કરવા માટે જણાવેલ છે ત્યારે ઘોડા છૂટી ગયા પછી તબેલા ને તાળા મારવા નીકળેલા અધિકારીઓને એટલી પણ જાન સુધા નહિ હોય કે જે ભાગ જર્જરીત હોય તે મકાન માલિક નો સંપર્ક કરી અને તેટલો ભાગ જ ઉતારવો જોઈએ કોઈ એક બિલ્ડીંગ કે એક દુકાન પાછળ આખે આખું ગામ બંધ ન કરી શકાય તેમ કોઈ એક જ દુકાન પાછળ આખું કોમ્પ્લેક્સ કેવી રીતે બંધ થાય? હાલમાં આ વેપારીઓ ચિંતામાં મુકાયા છે ત્યારે તંત્ર દ્વારા જર્જરીત મકાન જેનું છે તે માલિક નો સંપર્ક કરવામાં આવશે કેમ? અને આમ છતાં પણ જો મકાન માલિક દ્વારા આ મિલકત તાત્કાલિક સમારકામ અથવા ઉતારીને લે અને કોઈ દુર્ઘટના બનશે તો શું મહાનગરપાલિકા માત્ર નોટિસ પાઠવીને જ સંતોષ માનશે કે કેમ ? શું અધિકારીઓ પોતાની જવાબદારી નિભાવશે કે કેમ?