‘ખાસ-ખબર’ના અહેવાલ બાદ તંત્ર હરકતમાં
રાજકોટના ત્રણેય ઝોનમાં કુલ 438 જર્જરિત ઈમારત હોવાનો અહેવાલ ‘ખાસ-ખબર’માં તા. 21ના પ્રકાશિત કરવામાં આવ્યા બાદ રાજકોટ મનપા તંત્ર દોડતું થયું અને 438 ઈમારતોના માલીકોને નોટીસ ફટકારી હતી. ચોમાસા દરમિયાન જર્જરિત ઈમારતો ધરાશાયી થવાની અનેક ઘટનાઓ બને છે અને રાજકોટમાં ઘણી એવી વર્ષો જૂની ઈમારતો આવેલી છે
- Advertisement -
જેની સામે યોગ્ય કાર્યવાહી કરવી જરૂરી છે અને આ જર્જરિત ઈમારતો ધરાશાયી થશે તો જવાબદારી કોની રહેશે? આમ તંત્ર હવે હરકતમાં આવ્યું છે અને રાજકોટના ત્રણેય ઝોનમાં કુલ 438 જર્જરિત ઈમારતોના માલીકોને નોટીસ ફટકારી સમયસર તેને ફરીથી સમારકામ કરવા જણાવ્યું હતું.