ગુજરાત પોલીસ દરેક પરિસ્થિતિનો સામનો કરવા સજ્જ: અમદાવાદ CP મલિક
સ્ટેડિયમ પર અલગ અલગ એજન્સીઓ કરશે મોનિટરિંગ: પોલીસ એલર્ટ
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જાનથી મારી નાખવાની ધમકી અપાઇ હોવાનો ગઈંઅને ધમકીભર્યો ઇ-મેઇલ મળ્યો છે. ઉપરાંત અમદાવાદના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમને પણ ઉડાવવાની ધમકીનો ઉલ્લેખ કરાયો છે. ત્યારે પોલીસ કમિશનર જી.એસ.મલિકે જણાવ્યું હતું કે આ પ્રકારના થ્રેટ મળે છે, પરંતુ પોલીસ સજ્જ છે. સ્ટેડિયમ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત રહેશે. આ ઉપરાંત અલગ અલગ એજન્સી દ્વારા પણ મોનિટરિંગ કરવામાં આવશે. કોઈ પણ ઘટના ન બને તે માટે પોલીસ એલર્ટ જ છે.
સૂત્રો મુજબથી માહિતી મળી છે કે ગઈંઅએ ધમકીભર્યા ઈમેલ અંગે મુંબઈ પોલીસને પણ એલર્ટ કર્યું છે. તથા ગુજરાત પોલીસ અને ઙખની સુરક્ષા સંબંધિત તમામ એજન્સીઓને એલર્ટ કરવામાં આવી છે. ધમકી મળ્યા બાદ અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમની સુરક્ષાની સમીક્ષા કરવામાં આવી છે. તો મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં વર્લ્ડ કપ-2023ની 5 મેચો રમાવાની હોવાથી મુંબઈ પોલીસે પણ સુરક્ષા વધારી દીધી છે.
વર્લ્ડ કપ દરમિયાન નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 5 મેચો રમાશે
અમદાવાદમાં વર્લ્ડ કપની 5 મેચો રમાવાની છે. જેમાં એક મેચ રમાઇ ગઇ છે અને બાકીની 4 મેચોમાં ભારત-પાકિસ્તાન સહિત વર્લ્ડ કપની ફાઇનલ સહિતની મહત્વપૂર્ણ મેચો રમાવાની છે.