બે ગેમમાં ડ્રો રહેતા ટાઇ-બ્રેકમાં કાર્લસને બાજી મારી: પ્રજ્ઞાનંદાએ જીતવા માટે ભારે લડત આપી પરંતુ સમયના દબાણ હેઠળ શરણાગતિ સ્વીકારવી પડી
ચેસ વર્લ્ડ કપમાં ભારતના નવાયુવાન ચેસ ખેલાડી વર્લ્ડ ચેમ્પિયન બનતા રહી ગયો હતો. ભારે લડતાના અંતે વિશ્વના નંબર વન ગણાતા ખેલાડી કાર્લસન સામે ફાઇનલમાં તેની હાર થઇ હતી અને ચેસ વર્લ્ડ કપમાં કાર્લસન ચેમ્પિયન બન્યો હતો.
- Advertisement -
ગુરૂવારે ટાઇ બ્રેકર રાઉન્ડમાં કાર્લસને 1.5-0.5ના સ્કોરથી વિજય મેળવીને પ્રથમ વખત વર્લ્ડ કપ ચેમ્પિયનનો તાજ જીતી લીધો હતો. અગાઉ 18 વર્ષીય પ્રજ્ઞાનંદા કાર્લસન સામે બે ગેમ ડ્રોમાં ખેતવામાં સફળ રહ્યો હતો. કાર્લસન સામે પરાજય બાદ પ્રજ્ઞાનંદફાનો ટુર્નામેન્ટ જીતવાનું સપનું ચકનાચુર થઇ ગયું હતું. પાંચ્ વખત વર્લ્ડ ચેમ્પિયન નોર્વેનો સ્ટાર ખેલાડી કાર્લસન એક દાયકા સુધી ટોચના ક્રમે રહ્યો હતો.
કાર્લસને સૌપ્રથમ વર્લ્ડ કપ ટાઇટલ જીત્યું છે. કાર્લસને પ્રજ્ઞાનંદા સામે ટાઇ બ્રેકમાં પ્રથમ રેપીડ રાઉન્ડ જીત્યા બાદ 25+10ના બીજા રાઉન્ડમાં રર ચાલ સામે ગેમ ડ્રો કરી હતી. બીજા રાઉન્ડમાં કાર્લસનને સફેદ મહોરાથી રમવાનો ફાયદો થયો હતો. પ્રજ્ઞાનંદા બીજા રાઉન્ડમાં શરૂઆતથી પાછળ રહેતા તેણે ગમે ડ્રો તરફ લઇ જવા સંમતિ દર્શાવી હતી જેને પગલે બ્લીટ્ઝની જરૂર રહી નહતી.
મંગળવાર અને બુધવારે વર્લ્ડ કપ ચેસની બે રાઉન્ડની ગેમ ડ્રોમાં પરિણમી હતી જેને પગલે ગુરૂવારે ટાઇ-બ્રેકરથી નિર્ણય કરાયો હતો. ગુરૂવારે ટાઇ બ્રેકની પ્રથમ રેપીડ ગેમમાં પ્રજ્ઞાનંદાએ ભારે ટકકર આપી હતી અને અંતે 45 ચાલ સાથે કાર્લસન જીતવામાં સફળ રહ્યો હતો. સમય મર્યાદામાં દબાણ હેઠળ પ્રજ્ઞાનંદાએ પોઇન્ટની શરણાગતિ સ્વીકારી હતી અને રેપીડ ગેમમાં પાછળ રહ્યા બાદ તેનો પરાજય થયો હતો.
- Advertisement -
ભારતના યુવા ચેસ ગ્રાન્ડ માસ્તરે અગાઉ વર્લ્ડ કપ ચેસમાં વિશ્વના બીજા ક્રમના હિકારુ નાકામુરા અને ત્રીજા ક્રમના ફેબિયાનો કારુઆના જેવા દિગ્ગજ ખેલાડીઓને માત આપીને કાર્લસન સામે ફાઇનલમાં સ્થાન મેળવ્યું હતું. અમેરિકાના ફાબિયાનોએ સ્થાનિક ખેલાડી નિજાત આબાસોવ સામે ટાઇ બ્રેકમાં જીત મેળવીને વર્લ્ડ કપમાં ત્રીજું સ્થાન મેળવ્યું હતું.
ચેસ વર્લ્ડ કપમાં પ્રજ્ઞાનંદાની સિધ્ધિને રાષ્ટ્રપતિ, વડાપ્રધાને બિરદાવી
ફિડે ચેસ વર્લ્ડ કપમાં ભારતનો રમેશબાબુ પ્રજ્ઞાનંદા ટાઇ બ્રેકમાં હારતા ઉપવિજેતા રહ્યો હતો. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ 18 વર્ષના ચેસ ગ્રાન્ડ માસ્ટરને ઉચ્ચસ્તરની શ્રેષ્ઠ હાંસલ કરવા બદલ શુભેચ્છા પાઠવી હતી. રાષ્ટ્રપતિએ જણાવ્યું કે, પ્રજ્ઞાનંદાએ ચેસ વર્લ્ડ કપ ફાઇનલમાં પહોંચીને તેની રમતને આધારે દેશના દરેક લોકોના દિલ જીતી લીધા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રજ્ઞાનંદાની સિધ્ધિને બિરદાવતા જણાવ્યું કે આ કોઇ નાની ઉપલબ્ધિ નથી.