-ઉત્તર કોરિયાના નેતાની ગમે ત્યારે યુદ્ધ માટે તૈયાર રહેવા હાકલ
ઉત્તર કોરિયાના નેતાની કિમ જોંગ ઉનએ શસ્ત્રો સજાવ્યા છે અને ટોચના સૈન્ય અધિકારીને બરતરફ કરી દીધા છે. સાથોસાથ ગમે ત્યારે યુદ્ધ માટે તૈયાર રેહવા હાકલ કરી છે . સેન્ટ્રલ મિલિટરી કમિશનની બેઠકમાં આ ટિપ્પણી કરી હતી, જેમાં ઉત્તર કોરિયાના દુશ્મનોને રોકવા માટે બદલો લેવાના પગલાંની યોજના પર ચર્ચા કરવામાં આવી હતી.
- Advertisement -
રાજ્ય મીડિયા કેસીએનએએ અહેવાલ આપ્યો કે ઉત્તર કોરિયાના નેતા કિમ જોંગ ઉને સેનાના ટોચના જનરલને બરતરફ કર્યા અને યુદ્ધની સંભાવના માટે વધુ તૈયારીઓ કરવા કહ્યું. આતૈયારીઓમાં હથિયારોના ઉત્પાદનને પ્રોત્સાહન આપવા અને સૈન્ય અભ્યાસના વિસ્તરણ જેવી બાબતોની માંગ કરવામાં આવી છે.
અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે કિમે સેન્ટ્રલ મિલિટરી કમિશનની બેઠકમાં આ ટિપ્પણી કરી હતી, જેમાં ઉત્તર કોરિયાના દુશ્મનોને અટકાવવા બદલો પગલાં લેવાની યોજનાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. જો કે તેનું નામ જાહેર કરવામાં આવ્યું ન હતું.
કેસીએનએ વિગતો આપ્યા વિના જણાવ્યું હતું કે જનરલ રી યોંગ ગિલને સેનાના ટોચના જનરલ, ચીફ ઓફ ધ જનરલ સ્ટાફ, પાક સુ ઇલના સ્થાને નિયુક્ત કરવામાં આવ્યા હતા. તે સ્પષ્ટ નથી કે રી સંરક્ષણ પ્રધાન તરીકેની તેમની ભૂમિકા જાળવી રાખશે કે કેમ.