ટાપુ પર રહેતા લોકોને ઈમરજન્સીનો આદેશ
ખાસ-ખબર સંવાદદાતા
દક્ષિણ કોરિયા પર શુક્રવારે સવારે સતત 200થી વધુ તોપના ગોળા ઝિંકવામાં આવતા ખળભળાટ મચી ગયો છે. માહિતી અનુસાર દક્ષિણ કોરિયાની સેનાએ જણાવ્યું કે આ ગોળાબારી સરમુખત્યાર કિમ જોંગ ઉનના (ઊંશળ ઉંજ્ઞક્ષલ ઞક્ષ) દેશ ઉ.કોરિયા તરફથી કરવામાં આવી હતી. જેના પછી દક્ષિણ કોરિયા તરફથી ટાપુ પર રહેતા લોકોને તાત્કાલિક ધોરણે કારણ જણાવ્યા વિના જ પોતાના ઘર ખાલી કરી સુરક્ષિત સ્થાને ખસી જવા કહી દેવામાં આવ્યું હતું.
દ.કોરિયાએ તેના નિવેદનમાં કહ્યું કે ગોળાબારીને લીધે અત્યાર સુધી કોઇ મોટી જાનહાનિ કે નુકસાનના અહેવાલ તો નથી પણ આ તોપના ગોળા ઉત્તર સરહદે આવીને પડતાં ગભરાટ ફેલાયો હતો. આ બંને દેશો વચ્ચેની દરિયાઈ સરહદ છે. જેના પગલે દક્ષિણ કોરિયામાં ટાપુ પર રહેતા લોકોને એક મેસેજ મોકલાયો કે તેઓ જલદીથી જલદી સુરક્ષિત સ્થાને ખસી જાય.
ઉત્તર કોરિયા તરફથી આ તોપમારો એક સૈન્ય કવાયતને પગલે કરાયો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. અગાઉ 2010માં ઉ.કોરિયામાં યેઓનપયોંગ ટાપુ પર અનેક રાઉન્ડ ગોળીબાર કરાયો હતો જેમાં બે નાગરિકો સહિત કુલ 4 લોકો મૃત્યુ પામ્યા. તે 1953માં કોરિયન યુદ્ધ સમાપ્ત થયા બાદથી પાડોશીઓ પર સૌથી ભારે હુમલા પૈકી એક હતો.