હવામાન વિભાગ (IMD) અનુસાર હાલમાં ગાઢ ધુમ્મસ રહેશે, ધુમ્મસના કારણે વિઝિબિલિટીમાં નોંધપાત્ર ઘટાડો થયો હોવાથી રસ્તાઓ પરના વાહનો, ટ્રેન અને હવાઈ સેવાઓને થઈ અસર
હાલ શિયાળાની કડકડતી ઠંડી વચ્ચે સમગ્ર ઉત્તર ભારતમાં તીવ્ર ઠંડીથી લોકો પરેશાન છે. વિગતો મુજબ પહાડોમાં થઈ રહેલી હિમવર્ષાને કારણે મેદાની વિસ્તારોમાં ઠંડીમાં વધારો થયો છે. ગુરુવારે હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, જમ્મુ-કાશ્મીર, દિલ્હી, હરિયાણા, પંજાબ, ઉત્તર પ્રદેશ, બિહાર, પશ્ચિમ બંગાળ અને ઝારખંડમાં તાપમાનનો પારો છથી 12 ડિગ્રી સેલ્સિયસ સુધી ગગડી ગયો હતો. ઠંડીનું મોજું અને ઠંડા પવનોએ લોકોને પરેશાન કર્યા છે.
- Advertisement -
હવામાન વિભાગ (IMD) અનુસાર, હાલમાં ગાઢ ધુમ્મસ રહેશે. ધુમ્મસના કારણે વિઝિબિલિટીમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. રસ્તાઓ પરના વાહનો હોય, ટ્રેન હોય કે હવાઈ સેવાઓ, તેની સંપૂર્ણ અસર થઈ છે. પશ્ચિમ રાજસ્થાન, પશ્ચિમી ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ, ઉત્તરાખંડ અને આસામના ભાગોમાં ગાઢ ધુમ્મસ છવાયું હતું અને લઘુત્તમ તાપમાન છ થી નવ ડિગ્રી સેલ્સિયસ વચ્ચે રહ્યું હતું, જ્યારે પૂર્વીય ઉત્તર પ્રદેશ, ઉત્તર મધ્ય પ્રદેશ, બિહાર, ઝારખંડ, પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં. 10-12 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે નોંધાયું હતું.
Today, Cold day to severe cold day conditions occurred in many places over Punjab, Haryana, Delhi, West Rajasthan & West Madhya Pradesh and in isolated pockets over East Rajasthan & East Madhya Pradesh.@ndmaindia @moesgoi @DDNewslive @DDNewsHindi @airnewsalerts pic.twitter.com/c7dPSnrmvq
— India Meteorological Department (@Indiametdept) January 4, 2024
- Advertisement -
હરિયાણા અને પંજાબમાં છ ડિગ્રીથી નીચે તાપમાન
IMD અનુસાર હિસાર હરિયાણામાં સૌથી ઠંડું સ્થળ હતું જ્યાં લઘુત્તમ તાપમાન ચાર ડિગ્રી સેલ્સિયસ હતું. પંજાબમાં સૌથી ઓછું લઘુત્તમ તાપમાન અમૃતસરમાં 4.2 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. ચંદીગઢમાં પણ તીવ્ર ઠંડી જોવા મળી હતી, જ્યાં લઘુત્તમ તાપમાન 5.7 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. આ વિસ્તારમાં એક સપ્તાહ કરતા વધુ સમયથી સવારના ધુમ્મસની અસર જોવા મળી રહી છે. ફતેહાબાદ, ઝજ્જર, અંબાલા અને કરનાલમાં પણ લોકોએ ઠંડીનો અનુભવ કર્યો હતો, જ્યાં લઘુત્તમ તાપમાન અનુક્રમે 5.4 ડિગ્રી સેલ્સિયસ, 6 ડિગ્રી સેલ્સિયસ, 6.4 ડિગ્રી સેલ્સિયસ અને 6.5 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. પંજાબના ફરીદકોટ, ભટિંડા, લુધિયાણા અને ગુરદાસપુરમાં પણ લોકોને કડકડતી ઠંડીનો સામનો કરવો પડ્યો હતો. જ્યાં લઘુત્તમ તાપમાન અનુક્રમે 5.5 ડિગ્રી, 5.6 ડિગ્રી, 5.9 ડિગ્રી અને છ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.
Visibility recorded (at 0530 hours IST of today) (in metres):
Haryana: Ambala- 25; West Uttar Pradesh: Bareilly-25; East Madhya Pradesh: Sagar-25; Punjab: Amritsar-50, Patiala–200; Delhi: Palam-50; West Rajasthan: Churu-50, Bikaner-200;
— India Meteorological Department (@Indiametdept) January 5, 2024
રાજસ્થાનમાં ધુમ્મસનું સામ્રાજય
રાજસ્થાનના ઘણા વિસ્તારોમાં તીવ્ર ઠંડી ચાલુ છે અને ઘણી જગ્યાઓ શીત લહેરોની પકડમાં છે. હવામાન કેન્દ્ર અનુસાર, બુધવારે રાત્રે લઘુત્તમ તાપમાન સીકરમાં 1.0 ડિગ્રી સેલ્સિયસ અને ફતેહપુરમાં 2.8 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. આ સિવાય સિરોહીમાં 4.1 ડિગ્રી, ફલોદીમાં 4.6 ડિગ્રી સેલ્સિયસ, જેસલમેરમાં 5.0 ડિગ્રી, બિકાનેરમાં 5.2 ડિગ્રી, ચુરુ અને પિલાનીમાં 5.5 ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ તાપમાન નોંધાયું હતું. છેલ્લા 24 કલાકમાં ગંગાનગરમાં લઘુત્તમ અને મહત્તમ તાપમાન અનુક્રમે 7.5 ડિગ્રી અને 11.5 ડિગ્રી જ્યારે સાંગરિયામાં 7.1 ડિગ્રી અને 9.1 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં હવામાન સૂકું રહ્યું હતું. ઘણી જગ્યાએ ગાઢ ધુમ્મસ જોવા મળ્યું હતું જ્યારે પૂર્વી રાજસ્થાનના ઘણા વિસ્તારો શીત લહેરની લપેટમાં છે.
Fog conditions observed (at 0530 hours IST of today): Very Dense fog condition observed in isolated pockets over Haryana, West UP, East MP; Dense Fog in some pockets over Rajasthan, East UP, Bihar, Jammu, West MP; in isolated pockets over Punjab and Delhi.@ndmaindia
— India Meteorological Department (@Indiametdept) January 5, 2024
યુરોપિયન દેશો કાતિલ ઠંડીની ચપેટમાં
પશ્ચિમ યુરોપના ઘણા દેશોમાં ભારે હિમવર્ષા થઈ રહી છે. યુરોપના ઘણા દેશોમાં તાપમાન -40 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયું છે. મોસ્કો, ફ્રાન્સ, ડેનમાર્ક, નોર્વે, સ્વીડન, ફિનલેન્ડ અને ગ્રીનલેન્ડમાં ઠંડીથી લોકો પરેશાન છે. ઉત્તરી ફ્રાન્સ, બેલ્જિયમ, લક્ઝમબર્ગ અને બ્રિટનમાં પૂરના કારણે જનજીવન ખોરવાઈ ગયું છે. સ્કેન્ડિનેવિયામાં મોટાભાગના રસ્તાઓ બંધ છે. બરફ હટાવવાની કામગીરી ચાલી રહી છે. સાઇબિરીયા અને આર્કટિક પ્રદેશમાંથી ઠંડી હવાની લહેર પશ્ચિમ રશિયા તરફ ફૂંકાઈ રહી છે. મોસ્કો અને અન્ય પ્રદેશોમાં તાપમાન -30 ડિગ્રી સેલ્સિયસ સુધી ઘટી ગયું છે. ઉત્તરી ફ્રાન્સ, બેલ્જિયમ, લક્ઝમબર્ગ અને બ્રિટનમાં પૂર જેવી સ્થિતિ છે.