સુકેશ ચંદ્રશેખરના મની લૉન્ડ્રીન્ગનાં મામલામાં નોરા ફતેહી સાથે પૂછપરછ કરવામાં આવી અને 12 સપ્ટેમ્બરનાં રોજ જેક્લીન સાથે પણ પૂછપરછ થશે.
નોરા ફતેહી સાથે દિલ્હી પોલીસ પૂછપરછ કરી છે. હવે દિલ્હી પોલીસની ઇઓડબ્લ્યૂએ નોરા સાથે પૂછપરછ કરી છે. રિપોર્ટ અનુસાર, આ પૂછપરછ લગભગ ચાર કલાક સુધી ચાલી. આ મામલામાં પહેલાઆ ફસાયેલી બૉલીવુડ એક્ટ્રેસ જેક્લીન ફર્નાન્ડિસ સાથે પણ ઇઓડબ્લ્યૂ 12 સપ્ટેમ્બરના રોજ પૂછપરછ કરશે. જણાવી દઈએ કે 200 કરોડથી પણ વધારેનાં મની લૉન્ડ્રીન્ગનાં મામલામાં સુકેશ ચંદ્રશેખરે અભિનેત્રી નોરા ફતેહી, જેક્લીન ફર્નાન્ડિસ પર કરોડો રૂપિયા ખર્ચ કર્યા, જ્યાર બાદ ઇડીની તપાસમા બધા આરોપીનો ખુલાસો થયો.
- Advertisement -
જેક્લીન સાથે 12 સપ્ટેમ્બરનાં રોજ થશે પૂછપરછ
ગયા ઘણા મહિનાઓથી આ મામલાની તપાસ ચાલી રહી છે. ઠગ સુકેશ ચંદ્રશેખર અને જેક્લીન ફર્નાન્ડિસ વચ્ચે ઘણી ગિફ્ટની પણ લેવડ દેવડ થઈ હતી, જ્યાર બાદ ઇડીએ આ મામલાની તપાસ કરી અને હાલની ખબરો અનુસાર, તેમની પાસે ઘણા સવાલ છે જેના જવાબ ઇડી ખોજે છે. જોકે, ઇડીની ચાર્જશીટ પણ હવે સામે આવી ચૂકી છે, જેમાં જેક્લીન પણ ગુનેગાર જણાવાઈ છે.
ઇડીની ચાર્જશીટમાં એમ પણ દાવો કરવામાં આવ્યો છે કે સુકેશે જેક્લીન માટે શ્રીલંકામાં ઘર પણ ખરીદ્યું હતું. આ ઉપરાંત, જુહુમાં બંગલો પણ બુક કરાવ્યો હતો. એટલું જ નહીં, બહરિનમાં તે જેક્લીનનાં પેરેન્ટ્સને એક ઘર ગિફ્ટ કરી ચૂક્યો હતો. ઇડીની ચાર્જશીટ અનુસાર, સુકેશે પોતાની સહયોગી પિંકી ઈરાનીને આ પ્રોપર્ટીની ખરીદી માટે જણાવ્યું હતું.
- Advertisement -
જેક્લીનનાં પેરેન્ટ્સને પણ ગિફ્ટ કર્યું હતું ઘર
ઇડીની ચાર્જશીટનાં હિસાબે સુકેશે પિંકીને કહ્યું હતું કે તે જુહુ બીચ પર જેક્લીન માટે ઘર ખરીદી રહ્યો છે, જેનાં ટોકન મની અપાઈ ગયા છે. એમ પણ જાણ થઈ કે તેણે જેક્લીનનાં પેરેન્ટ્સને પહેલા જ બહરિનમાં એક ઘર ગિફ્ટ કર્યું હતું અને શ્રીલંકામાં પણ એક ઘર ખરીદવાની વાતચીત ચાલી રહી છે.
હાલમાં ઇડી એ તપાસ કરી રહ્યું છે કે સુકેશે કોઈ પ્રોપર્ટી ખરીદી પણ હતી કે એમ જ જુઠ્ઠું બોલતો હતો. એ પણ તપાસ થઈ રહી છે કે જો તેણે આ પ્રોપર્ટી ખરીદી છે, તો શું તેમાં અપરાધની દુનિયાથી મળેલા પૈસા લગાવ્યા હતા.