મવડીમાં આવેલી રાધેશ્યામ ડેરી ફાર્મમાં દૂધમાં અને સમર્પણ યુવા ચેરિ. ટ્રસ્ટની ફરાળી પેટીસમાં મકાઈના લોટની ભેળસેળ
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા લેવામાં આવેલ ખાદ્યપદાર્થના 6 નમૂના ફેઇલ (સબસ્ટાન્ડર્ડ તથા મિસબ્રાન્ડેડ ફૂડ) જાહેર થતાં એજ્યુડિકેટિંગ ઓફિસર અને નિવાસી અધિક કલેકટર સમક્ષ કેસ ચાલી જતાં કુલ રૂ. 1,90,000/-દંડનો હુકમ કરવામાં આવેલ છે.
રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા ’ભાગ્યોદય અનાજ ભંડાર’, ગુંદાવાડી શાકમાર્કેટ રોડ, અરિહંત બીઝનેશ સેન્ટર, ગ્રાઉન્ડ ફલોર, રાજકોટ મુકામેથી ’ટઈંઉઇંઞછ ઈઘઠ’જ ૠઇંઊઊ (500 ખક ઙઅઈઊંઊઉ)’ નો નમુનો પુથ્થકરણ રિપોર્ટમાં ફોરેન ફેટ (વેજીટેબલ ફેટ)ની હાજરી મળી આવતા નમૂનો “સબસ્ટાન્ડર્ડ” જાહેર થયેલ. જે અંગેના કેસમાં નામદાર એજ્યુડીકેટીંગ ઓફિસર અને નિવાસી અધિક કલેક્ટરશ્રી રાજકોટ દ્વારા નમુનો આપનાર -ભાગ્યેશ મુકેશભાઇ સોમૈયા, રીટેલર પેઢીના માલિક -શોભના મુકેશભાઇ સોમૈયા, ડિસ્ટ્રિબ્યુટર પેઢીના માલિક-અક્ષય ગીરધરલાલ ખગ્રામ, ઉત્પાદક પેઢીના નોમિની-ભરતભાઈ ગોગનભાઈ પોલરા તથા ઉત્પાદક પેઢી -સબકા ફૂડ તમામને મળી કુલ રૂ.75,000/- નો દંડનો હુકમ કરવામાં આવેલ છે તથા ’સુરેશ ક્ધફેકશનરી વર્કસ’, લાતી પ્લોટ 8/10, રાજાવીર કાર્ગો પાસે, કુવાડવા રોડ, રાજકોટ મુકામેથી ‘ઊટઊછજઝઅછ ખઅઈંણઊ જઝઅછઈઇં ઙઘઠઉઊછ (ઋછઘખ 25ઊંૠ ઙઅઈઊંઊઉ ઇઅૠ)’નો નમુનો પુથ્થકરણ રિપોર્ટમાં પેકિંગ પર ઋજજઅઈં લોગો અને લાયસન્સ નંબર, વેજ. હોવા અંગેનું ડિકલેરેશન તેમજ ઉત્પાદકનું પૂરું સરનામું લેબલ પર દર્શાવેલ ન હોય નમૂનો “મિસબ્રાન્ડેડ ફૂડ” જાહેર થયો હતો. નમુનો આપનાર ઋઇઘ -પેઢીના માલિક – નારાયણદાસ ગોરધનદાસ મોટવાણી, ઉત્પાદક પેઢીના નોમિની-ગીરીશકુમાર ભીખાલાલ મયાત્રા તથા ઉત્પાદક પેઢી -એવરેસ્ટ સ્ટાર્ચ (ઈન્ડિયા) પ્રા.લી. તમામને મળી કુલ રૂ.30,000/- ’લોકમેળો સ્ટોલ નં.ડ-13, રેસકોર્ષ રિંગ રોડ, ખાતેથી ’ૠઘ ઋછઊજઇં’ ઈંઈઊ ઈછઊઅખ ઈઅગઉઢ(ઋછઘખ 60 ખક ઙઅઈઊંઊઉ)નો નમુનો પુથ્થકરણ રિપોર્ટમાં ટોટલ સોલીડ્સ તથા મિલ્ક ફેટનું પ્રમાણ ધારાધોરણ કરતાં ઓછું હોવાથી તેમજ પેકિંગ પર લોટ કોડ/ બેચ નં. તથા ઉત્પાદનની તારીખ દર્શાવેલ ન હોય નમૂનો “સબસ્ટાન્ડર્ડ” તથા “મિસબ્રાન્ડેડ ફૂડ” જાહેર
થયો છે.
નમુનો આપનાર સ્ટોલ ધારક, માલિક -હિતેશભાઇ પિયુષભાઇ ધોળકિયા, માર્કેટર પેઢી ગ્રીન કેલોરીઝના માલિક-પરાગ વલ્લભદાસ ઠક્કર તથા ઉત્પાદક પેઢી રાધે ઇન્ડસ્ટ્રીઝના માલિક-તુષાર ઇશ્ર્વરભાઇ પરમાર તમામને મળી કુલ રૂ.30,000/- ફૂડ વિભાગ દ્વારા ’રાધેશ્યામ ડેરી ફાર્મ’, ઇન્દ્રપ્રસ્થ હોલ, શોપ નં.5, મવડી મેઇન રોડ, ’મીક્સ દૂધ (લૂઝ)’નો નમુનો પુથ્થકરણ રિપોર્ટમાં ફોરેન ફેટ (વેજીટેબલ ફેટ) ની હાજરી મળી આવતા નમૂનો “સબસ્ટાન્ડર્ડ” જાહેર થયો છે.
નમુનો આપનાર ઋઇઘ-રાજેશભાઈ શિવાભાઈ કોટડીયા તથા (2)પેઢીના માલિક -પ્રફુલભાઈ શિવાભાઇ કોટડીયાને મળી કુલ રૂ.20,000, ફૂડ વિભાગ દ્વારા ’સમર્પણ યુવા ચેરીટેબલ ટ્રસ્ટ’, ખોડિયાર કૃપા, ગીતનાગર શેરી નં.6, ધર્મજીવન મેઇન રોડ, રાજકોટ મુકામેથી ’ફરાળી પેટીસ માટેનો લોટ (લૂઝ)’ નો નમુનો પુથ્થકરણ રિપોર્ટમાં મકાઇના સ્ટાર્ચની હાજરી મળી આવતા નમૂનો “મિસબ્રાન્ડેડ ફૂડ” જાહેર થયેલ. જે અંગેના કેસમાં નામદાર એજ્યુડીકેટીંગ ઓફિસર અને નિવાસી અધિક કલેક્ટરશ્રી રાજકોટ દ્વારા નમુનો આપનાર પેઢીના માલિક રાજેશભાઇ અરજણભાઈ સરવૈયાને રૂ.20,000/-નો દંડનો હુકમ કરવામાં આવ્યો છે.
- Advertisement -
ફૂડ વિભાગ દ્વારા ’જય જલીયાણ એન્ટરપ્રાઇઝ’, પ્લોટ નં.393, મોચીનગર હાઉસિંગ સોસાયટી, મોચીનગર-2, શીતલ પાર્ક, રાજકોટ મુકામેથી ’ફ્રૂટ શિખંડ (લૂઝ)’નો નમુનો પુથ્થકરણ રિપોર્ટમાં મિલ્ક ફેટનું પ્રમાણ ધારાધોરણ કરતાં ઓછું હોવાથી નમૂનો “સબસ્ટાન્ડર્ડ” જાહેર થયો છે. જે અંગેના કેસમાં નામદાર એજ્યુડીકેટીંગ ઓફિસર અને નિવાસી અધિક કલેક્ટર રાજકોટ દ્વારા નમુનો આપનાર પેઢીના પાર્ટનર તથા નોમિની -જિગ્નેશભાઈ જંયતિલાલ રુપારેલિયા તથા ભાગીદારી પેઢી -જય જલીયાણ એન્ટરપ્રાઇઝને મળી કુલ રૂ.15,000/- દંડ ફટકારવામાં આવ્યો છે.