સ્નેહમિલન, નવી ટીમનું પદગ્રહણ અને જિલ્લા ઉધ્યોગ કેન્દ્ર દ્વારા માર્ગદર્શન સેમિનારનું આયોજન થયું હતું
ખાસ-ખબર સંવાદદાતા
લઘુ ઉદ્યોગ ભારતીની સ્થાપના 1994માં ભારતમાં થઈ હતી તે એમ.એસ.એમ.ઇ ઉદ્યોગના હિતમાં રાષ્ટ્રીય સ્તર પર કાર્યરત છે આ સંગઠન જેટલા પણ સૂક્ષ્મ અને લઘુ ઉદ્યોગ છે એમને કાંઈ પણ પડતી મુશ્કેલી હોય તો એમની રજૂઆત કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારમાં કરતું રહ્યું છે. લઘુ ઉદ્યોગ ભારતી અત્યારે ભારતમાં 27 રાજ્યોમાં 501 જિલ્લામાં અને 77 ઈકાઈઑમાં આમ કુલ મળીને અત્યારે 45,000 મેમ્બર આખા ભારતમાં છે અને એમાં પણ 33 મહિલા વીંગ છે.
લઘુ ઉદ્યોગ ભારતીના રાજકોટ ખાતે સ્નેહમિલન સમારોહ તથા પદગ્રહણ સમારોહ જેમાં ટીમ 2023-24 ની ડીકલેર કરી હતી. આ પ્રસંગે અમારા ગુજરાતના પ્રદેશ પ્રમુખ જયેશભાઈ પંડ્યા, શ્યામ સુંદર સલુજા, ગુજરાત પ્રાંતના ઉપપ્રમુખ હંસરાજભાઈ ગજેરા ગુજરાત પ્રાંતના સહ મંત્રી અમૃતભાઈ ગઢીયા, સૌરાષ્ટ્ર પ્રાંતના પ્રમુખ દિનેશભાઈ ડાંગરિયા, સૌરાષ્ટ્ર પ્રાંતના મંત્રી જયભાઈ માવાણી તથા ગણેશભાઈ ઠુમર, નાથાભાઈ હાજર રહ્યા હતા. તથા અન્ય એસોસિએશનમાંથી શાપર વેરાવળમાં થી કિશોરભાઈ ટીલારા, લોઠડા પડવલા પીપલાણા એસોસિયેશનમાથી જયંતીભાઈ સરધારા, રાજકોટ ગ્રેટર ચેમ્બરમાંથી રાજુભાઈ દોશી અને રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સમાંથી પાર્થભાઈ ગણાત્રા અને રાજકોટ એન્જનિયરિંગ એસોસિયેશનના પૂર્વ પ્રમુખ પરેશભાઈ વસાણી આ પ્રસંગે હાજરી આપી હતી.આ પ્રસંગે બધાને આવકારવા અમૃતભાઈ ગઢીયાએ બધાનું શબ્દોથી સ્વાગત કર્યું હતું. ત્યારબાદ હંસરાજભાઈ ગજેરાએ લઘુ ઉદ્યોગ ભારતીના કામગીરી કરે તેની માહિતી આપી હતી. અને ત્યારબાદ ગુજરાત પ્રદેશના પ્રમુખ જયેશભાઈ પંડ્યાએ બધાને સંબોધ્યા હતા. ત્યારબાદ નવા નિમાયેલા પ્રમુખ યશ રાઠોડે એમનું વક્તવ્ય કર્યું હતું અને આ પ્રસંગે અમને સહયોગ મળ્યો તો જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર – રાજકોટનો કે.વી. મોરી સાહેબનો અને જે.સી. ફળદુ સાહેબે જેમણે વિસ્તૃત એમ.એસ. એમ. ઈ ને લગતી બધી સ્કીમની માહિતી આપી હતી. ત્યારબાદ ઉદ્યોગકારોને મોટીવેશન મળે અને કઈ રીતે આગળ કામગીરી કરવી તેમાં અમારા કી નોટ સ્પીકર નિશાબેન ભુતાણી જેવો ખાસ સ્વીઝરલેન્ડથી ભારત આવ્યા છે અને આ પ્રસંગ માટે ખૂબ જ સરસ મોટીવેશનલ વક્તવ્ય આપ્યું હતું અને અંતમાં અમરીશભાઈ ત્રાંબડીયાએ આભારવિધી કરી હતી, ત્યારબાદ સર્વે મેમ્બરો સાથે ભોજન લઈ અને છૂટા પડ્યા હતા.
લઘુ ઉધોગ ભારતીનું રાજકોટ આત્મીય યુનિવર્સિટીમાં પદગ્રહણ સમારોહ તથા વર્ષ 2023નું સ્નેહમિલનનું આયોજન થયું હતું જેમાં 2023-25 ની નવી ટીમ આ મુજબ છે. યશ રાઠોડ પ્રમુખ પદે, દિનેશભાઈ ખંભાયતા અને ધીરુભાઈ સિયની ઉપપ્રમુખ, જયસુખભાઈ સોરઠીયા માનંદ મંત્રી, અરવિંદભાઈ તલપડા સહ મનાંદ મંત્રી, દર્શકભાઈ ગેટીયા ખજાનચી, કેતનભાઇ વસા તથા દીપકભાઈ પટેલ સંયોજક તરીકે અને આ વખતે નવું કરવામાં આવ્યું છે કે અન્ય જે કમિટીની કારોબારીની રચના છે તે રાજકોટના અલગ- અલગ એસોસિએશન તથા રાજકોટના અલગ- અલગ ઓદ્યોગિક વિસ્તારમાંથી લઈ અને આખી 30 લોકોની કારોબારી બનાવી છે. તેમાં દેવેન્દ્રભાઈ શર્મા, મલયભાઈ રૂપાપરા, જયંતીભાઈ સરધારા, જયંતીભાઈ મુંગ્રા, દિનેશભાઈ ચાપાણી, વિમલભાઈ ટાઢાણી, જયેશભાઈ અમૃતિયા, મનીષભાઈ લીંબાસીયા, લીનેશભાઈ સાકરીયા, અમરીશભાઈ ત્રાંબડીયા, જયંતીભાઈ પાઘડર, પાર્થભાઈ કાથરોટીયા, નિસર્ગભાઈ કાથરોટીયા, પરેશભાઈ પામર, દિલીપભાઈ ઝાલાવાડીયા, ઘનશ્યામભાઈ ભુવા, મહેશભાઈ સાવલિયા, ભરતભાઈ ટીલવા, અનિલભાઈ વણપરિયા, મયુરભાઈ આદેશરા, હેમંતભાઈ કાપડિયા, ડેનિશભાઈ હદવાણી, રાજુભાઈ વૈષ્ણવ, અલ્પેશભાઈ લુણાગરિયા, અનિલભાઈ તલાવ્યા, જયેશભાઈ ચાવડા, પ્રશાંતભાઈ સૂચક, જયેશભાઈ સોરઠીયા અને ચંદ્રેશભાઇ શંખારવા નિમણૂંક કરવામાં આવી હતી.