હાલમાં નોકિયા મોબાઇલ ફોનનું વેચાણ બીજી નવી કંપનીઓની સરખામણીમાં ઓછું થાય છે પણ હવે કંપનીએ તેનો લોગો બદલીને તેમાં થતાં ફેરફારનો સંકેત આપ્યો છે.
નોકિયાનું કંપનીનું નામ લગભગ દરેક લોકોએ સાંભળ્યું જ હશે. કંપની લાંબા સમયથી તેના મજબૂત મોબાઈલ ફોન માટે જાણીતી છે. જણાવી દઈએ કે નોકિયાએ કંપનીને નવી ઓળખ આપવા માટે તેનો આઇકોનિક લોગો બદલ્યો છે અને 60 વર્ષમાં પહેલી વખત કંપનીએ આ પગલું ભર્યું છે. દુનિયાભરના યુઝર્સે લાંબા સમયથી આની રાહ જોઈ રહ્યા હતા.
- Advertisement -
This is Nokia, but not as the world has seen us before. Our new brand signals who Nokia is today. We’re unleashing the exponential potential of networks and their power to help reshape the way we all live and work. https://t.co/lbKLfaL2OI #NewNokia pic.twitter.com/VAgVo8p6nG
— Nokia (@nokia) February 26, 2023
- Advertisement -
નોકિયાએ લોગો બદલીને તેમાં થતાં ફેરફારનો સંકેત આપ્યો
આપણે બધા જાણીએ છીએ કે હાલમાં નોકિયા મોબાઇલ ફોનનું વેચાણ બીજી નવી કંપનીઓની સરખામણીમાં ઓછું થાય છે પણ હવે કંપનીએ તેનો લોગો બદલીને તેમાં થતાં ફેરફારનો સંકેત આપ્યો છે. જણાવી દઈએ કે આ નવા લોગોમાં અલગ-અલગ અક્ષરોમાં લખેલું નોકિયા છે જેમાં વાદળી, ગુલાબી, જાંબલીની સાથે અન્ય ઘણા રંગોનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
નવા લોગો સાથે નોકિયાની માર્કેટમાં ફરીથી એન્ટ્રી
નોંધનીય છે કે પહેલા કંપનીનો લોગો માત્ર વાદળી જ હતો. પરંતુ હવે યુઝર્સ લોગોમાં કલર કોમ્બિનેશન (નોકિયા ન્યૂ લોગો) જોઈ શકશે જે દર્શાવે છે કે કંપનીનું નવું ધ્યાન હવે બિઝનેસ ટેક્નોલોજી માર્કેટ પર રહેશે. નોકિયાનો આ નવો લોગો કંપની તરફથી આ એક મોટો સંકેત છે કે નોકીયા નવા લોગો સાથે માર્કેટમાં ફરીથી એન્ટ્રી કરી રહી છે.
https://twitter.com/nokia/status/1630070257665601536?re
અમે હવે કોમર્શિયલ ટેક્નોલોજી કંપની છીએ
નવા લોગો વિશે જણાવતા કંપનીના સીઈઓ પેક્કા લંડમાર્કે બાર્સેલોનામાં એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે આ લોગો સ્માર્ટફોન સાથે કંપનીનું કનેક્શન બતાવતું હતું પણ આજે કંપનીનો બિઝનેસ બદલાઈ ગયો છે અને ટેકનોલોજી સેક્ટર સાથે જોડાય ગયો છે. ઘણા લોકો પાસે નોકિયાની ઈમેજ અત્યારે એક સફળ મોબાઈલ બ્રાન્ડ તરીકે છે, પરંતુ નોકિયા એવું નથી. નવી બ્રાન્ડ જે નેટવર્ક અને ઔદ્યોગિક ડિજિટાઈઝેશન પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે અને જે લેગસી મોબાઈલ ફોનથી સંપૂર્ણપણે અલગ છે. અમે હવે કોમર્શિયલ ટેક્નોલોજી કંપની છીએ. નોકિયા હવે વિવિધ બિઝનેસ વિકલ્પોમાં રોકાણ સાથે વિસ્તરણ કરવાની યોજના બનાવી રહી છે.
કંપની MWC બાર્સેલોના 2023 ઇવેન્ટમાં ભાગ લઈ શકે છે. MWC બાર્સેલોનામાં 2 માર્ચથી શરૂ થશે. તાજેતરમાં નોકિયાએ તેના ત્રણ નવા અને બજેટ સ્માર્ટફોન લોન્ચ કર્યા છે. જેમાં Nokia C32, Nokia G22 અને Nokia C22 સામેલ છે.