માનવ વિકાસ અને ઉત્ક્રાંતિમાં અસાધારણ શોધ કરવા બદલ સ્વીડનના વૈજ્ઞાનિક સ્વાંતે પાબોને મેડિસિનના નોબેલ પ્રાઈઝથી સન્માનિત કરાયા છે.
2022 નોબેલ પ્રાઈઝ આપવાનું શરુ થયું છે. પહેલા ફિઝિયોલોજી કે મેડિસિન કેટેગરીમાં નોબલ પ્રાઈઝની જાહેરાત કરવામાં આવી છે. માનવ વિકાસ અને ઉત્ક્રાંતિમાં અસાધારણ શોધ કરનાર સ્વીડનના વૈજ્ઞાનિક સ્વાંતે પાબોને મેડિસિનમાં નોબેલ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યાં છે.
- Advertisement -
Nobel Prize in Physiology or Medicine has been awarded to Svante Pääbo “for his discoveries concerning the genomes of extinct hominins and human evolution.” pic.twitter.com/KHUHwNjjof
— ANI (@ANI) October 3, 2022
- Advertisement -
શું શોધ કરી હતી સ્વાંતે પાબોએ
પુરસ્કારની જાહેરાત કરતાં, નોબેલ પુરસ્કાર સમિતિએ જણાવ્યું હતું કે, ” અગ્રણી સંશોધન દ્વારા, સ્વાંતે પાબોએ અશક્ય લાગતું કંઈક સિદ્ધ કર્યું છે: નિએન્ડરથલના જિનોમનું ક્રમ, જે હાલના માનવીઓના લુપ્ત થઈ ગયેલા સંબંધી છે. તેમણે અગાઉ અજાણ્યા હોમિનિન ડેનિસોવાની સનસનાટીભરી શોધ પણ કરી હતી.
10 મિલિયન સ્વિડિશ ક્રાઉનની રકમ મળશે
સ્વાંતે પાબોને 10 મિલિયન સ્વિડિશ ક્રાઉનનું નોબેલ પ્રાઈઝનું ઈનામ મળશે.
BREAKING NEWS:
The 2022 #NobelPrize in Physiology or Medicine has been awarded to Svante Pääbo “for his discoveries concerning the genomes of extinct hominins and human evolution.” pic.twitter.com/fGFYYnCO6J
— The Nobel Prize (@NobelPrize) October 3, 2022
શુક્રવારે શાંતિના નોબેલ પુરસ્કારની જાહેરાત
નોબેલ કમિટીએ 2022ના નોબેલ પ્રાઈઝ આપવાનું શરુ કરી દીધું છે જે અનુસાર સોમવારે મેડિસિનમાં પહેલા નોબેલ પુરસ્કારની જાહેરાત કરવામાં આવી છે. મંગળવારે ફિઝિક્સ, બુધવારે કેમિસ્ટ્રી, ગુરુવારે સાહિત્ય અને શુક્રવારે શાંતિના નોબેલ પુરસ્કારનું એલાન કરવામાં આવશે. 10 ઓક્ટોબરે ઈકોનોમિક્સના નોબેલ પુરસ્કારની પણ જાહેરાત થશે.