નોબલ મેમોરિયલ પ્રાઇઝ ઇકોનોમિક સાયન્યસ 2022નાં વિજેતા ડગ્લાસ ડાયમંડએ કહ્યું કે વિનિમય દરનો અંદાજ લગાવવો મુશ્કેલ છે પરંતુ જ્યારે US પોતાના વધી રહેલા રેટને ઓછાં કરશે તેવો રૂપિયો સ્થિર થશે.
એક ઇન્ટરવ્યૂહમાં અમેરિકાનાં અર્થશાસ્ત્રીએ કહ્યું કે US અનિશ્ચિત ધોરણે વિનિમય દરો વધારી રહી છે. જ્યારે US અને ભારતનાં વ્યાજના દરો સમાન થશે ત્યારે વસ્તુઓ સામાન્ય થઇ શકશે.
- Advertisement -
નોબલ પ્રાઇઝ વિજેતા ડાયમંડ
યુનિવર્સિટી ઓફ શિકાગોનાં બૂથ સ્કુલ ઓફ બિઝનેસનાં માર્ટન મિલરનાં પ્રતિષ્ઠિત ફાઇનાન્સ સર્વિસ પ્રોફેસર ડાયમંડે US ફેડરલ રિઝર્વનાં ચેરમેન બેન બર્નાનકે અને US નાં અર્થશાસ્ત્રી ફીલીપ ડયબવિગ સાથે બેંકોની નિષ્ફળતાનાં મુદા પર રિસર્ચ માટે નોબેલ પ્રાઇઝ મેળવ્યો છે.
સ્ટોકહોમની રોયલ સ્વેડીશ એકેડેમી ઓફ સાયન્સની નોબેલ પેનલ અનુસાર તેમની રિસર્ચમાં ‘શા માટે બેંકોનું પતન જરૂરી છે’ માટેનાં મુદા આવર્યા હતાં.
#NobelPrize in Economics announced. Ben S. Bernanke, Douglas W. Diamond and Philip H. Dybvig win the prize for research on banks and financial crises.
- Advertisement -
Their analyses have been of great practical importance in regulating financial markets and dealing with financial crises. pic.twitter.com/ShXQWuQNZO
— All India Radio News (@airnewsalerts) October 10, 2022
ડોલરની સામે રૂપિયાના પતન પર કરી વાત
ભારતીય રૂપિયાનું અમેરિકી ડોલરની સામે થઇ રહેલા પતન પર તેમને પૂછવામાં આવ્યું ત્યારે તેમણે જણાવ્યું કે વિનિમય દરોનો અંદાજ લગાવવો મુશ્કેલ છે. જ્યારે અમેરિકાનાં અણધારી રીતે વિનિમય દરોમાં વધારો કરે છે ત્યારે ડોલર ઊંચે જાય છે. જ્યારે અમેરિકા તેના વધી રહેલા રેટની સ્પીડ ઘટાડશે ત્યારે રૂપિયો સ્થિર થવો જોઇએ.
16 પૈસા જેટલો સુધર્યો રૂપિયો
આશરે 16 પૈસા જેટલો સુધારો ડોલરની સરખામણીમાં સુધર્યો છે. શુક્રવારે 81.54 રૂપિયા જેટલો આંક નોંધાયો છે.
ડાયમંડે એકવાર અવલોકન કર્યું હતું કે બચતકારોને સુરક્ષિત અને ઊંચુ વળતર મેળવવાની મંજૂરી મળે છે જ્યારે બેંકો સારી રીતે મૂડીકૃત હોય અને બેંકના અંદરના લોકોને ઓછું ધિરાણ આપવામાં આવે છે. અને ત્યારે જ બેંક મોનિટરિંગ સારી રીતે કાર્ય કરી શકે છે.
ટૂંકા સમયનું દેવું…
તેમણે કહ્યું કે ટૂંકા સમયનું દેવું શિસ્ત પ્રદાન કરે છે કારણકે ફંડિગ ચાલુ રાખવા માટે બેંકોએ હંમેશા સ્વસ્થ દેખાવાનું ચાલુ રાખવું જોઇએ. ફંડિગની સંભવિત ખોટ તેમને નબળી દેખાડે છે.