સાંસદ દાખલ થતા જ તેના રૂમમાં ત્રણ લેન્ડલાઇન અને એક મોબાઈલ પૂરા પાડવાની જે તે વિભાગના વડા તાત્કાલીક મુલાકાત લે અને ઝડપી ટ્રીટમેન્ટની ગાઇડલાઇનને હળવી કરાઇ
દેશમાં આમ લોકો માટે આશીર્વાદરુપ બની ગયેલી ઓલ ઇન્ડીયા ઇન્સ્ટીટયુટ ઓફ મેડીકલ સાયન્સ (એઇમ્સ)માં વધતા જતા વીઆઈપી કલ્ચર સામે હવે કેન્દ્ર સરકારે લાલઆંખ કરી છે અને સામાન્ય લોકોના ભોગે સાંસદો કે કોઇ વીઆઈપીને ખાસ સુવિધા ન આપવા માટે એઇમ્સને આદેશ આપ્યો છે તથા જે ટોચના વ્યક્તિઓ એઇમ્સમાં સારવાર હેઠળ આવતા હોય તેઓ માટે કોર્ડીનેશન ઓફીસરની પણ નિયુક્તિ થશે અને તે સામાન્ય લોકોના ભોગે આ પ્રકારની વીઆઈપી ટ્રીટમેન્ટ મેળવી ન જાય તે જોશે.
- Advertisement -
ખાસ કરીને દિલ્હીમાં એઇમ્સએ સૌથી મહત્વની મેડીકલ ઇન્સ્ટીટયુટ ગણાય છે અને દિલ્હીમાં રાજકીય નેતાઓનો વસવાટ હોવાથી વારંવાર એઇમ્સમાં વીઆઈપી ટ્રીટમેન્ટના કારણે સામાન્ય દર્દીઓને લાંબો સમય સુધી તબીબો અને સારવારની રાહ જોવી પડે છે અને તેના કારણે એઇમ્સમાં સેવા આપતા તબીબોને સામાન્ય દર્દીઓના રોષનો સામનો કરવો પડે છે.
જે અંગે ફેડરેશન ઓફ ઓલ ઇન્ડીયા મેડીકલ એસોસિએશને પણ આરોગ્ય મંત્રી મનસુખ માંડવીયાને એક પત્ર લખીને એઇમ્સમાં સાંસદોને ખાસ સુવિધા આપવા અંગે જે એક માર્ગ રેખા આપવામાં આવી હતી તે પાછી ખેંચી લેવા માગણી કરી હતી. એઇમ્સમાં સાંસદો અને આમ જનતાના ઇલાજ માટે પ્રોટોકોલ આગળ ધરીને બે પ્રકારના ચાર્જ વસૂલાય છે.
સાંસદોને માટે એક ડ્યુટી ઓફીસર સતત તૈનાત રહે છે અને તેઓને જવાબદારી સોંપાય હતી કે કોઇપણ સાંસદ એઇમ્સમાં દાખલથાય તો તેને વિલંબ વગર સૌથી શ્રેષ્ઠ ઇલાજ મળશે અને તેના રુમમાં ત્રણ લેન્ડલાઇન અને મોબાઈલની વ્યવસ્થા કરી દેવાની રહેશે. સાંસદ પોતે એઇમ્સ આવી રહ્યા છે તેવી જાણ કરતા જ એઇમ્સના કંટ્રોલ રુમમાં તેમના માટે તૈયારી થઇ જશે અને તેમને જે તે ડોક્ટર સુધી પહોંચાડાશે.
- Advertisement -
પ્રથમ એક નિષ્ણાંત ડોક્ટર બિમારી અંગે નિર્ણય લેશે અને સંબંધીત વિભાગના વડાને જાણ કરશે. જો કોઇ ગંભીર બિમારી હોય તો તે પ્રમાણે ઇલાજ કરવામાં આવશે. આમ સમગ્ર એક વીઆઈપી કલ્ચર બનાવી દેવામાં આવ્યું હતું. પણ હવે તબીબી એસોસિએશનના વિરોધ બાદ આ ગાઇડલાઈન પાછી ખેંચી લેવામાં આવી છે.