ભાગવત તેમની અનુકુળતા મુજબ બોલે છે; મતની જરૂર હતી તો મંદિર – મંદિર કરતા હતા
દરેક મસ્જિદમાં મંદિર નહી શોધવા સંઘ વડાના વિધાનો પર ધર્મગુરૂઓ ખફા; જગતગુરૂ સ્વામી રામભદ્રાચાર્યએ કહ્યું ભાગવત અમારા ‘બોસ’ નથી
- Advertisement -
વિશ્વ હિન્દુ પરિષદ પણ દુર જ રહે: સીધી ચીમકી: ધર્મ સંબંધી નિર્ણયો કોઈ રાજકીય એજન્ડા મુજબ નહી લોકોની લાગણીથી અદાલતો – મતપત્રકો મારફત નકકી થશે: સ્વામી અવિમુકતેશ્વરાનંદ
ઉતરપ્રદેશ સહિતના રાજયોમાં મસ્જીદોમાં મંદિરોના અવશેષો દાવાના સતત વધી રહેલા વિવાદમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવતે આ પ્રકારની નવી પરંપરા અસ્વીકાર્ય હોવા અને દરેક મસ્જીદમાં મંદિર નહી શોધવા આપેલી સલાહ હવે હિન્દુ સાધુ સંતોને પસંદ આવી નથી અને વિરોધમા સૂર ઉઠવાનું શરૂ થતા સંઘ સામે હવે કટ્ટરવાદીઓનો નવો વર્ગ ઉભો થઈ રહ્યો હોવાના સંકેત છે.
શ્રી ભાગવતે અત્યંત આકરા શબ્દોમાં કહ્યું હતું કે મંદિર-મસ્જીદ વિવાદ ઉભા કરીને કોઈ હિન્દુ નેતા બની શકે નહી. નવા નવા સ્થાનો પર નવા દાવા ઉભા કરવાની જરૂર નથી. હવે ભાગવતના આ વિધાનો સામે પ્રથમ મોરચો અખિલ ભારતીય સંત સમીતીના મહામંત્રી સ્વામી જીતેન્દ્ર સરસ્વતીએ ખોલ્યો છે અને ભાગવતને જવાબ આપતા કહ્યું કે, આ પ્રકારના મુદાઓ પર નિર્ણય આરએસએસ નહી પણ ધર્માચાર્યો પર છોડી દેવો જોઈએ. તેઓએ કટાક્ષમાં કહ્યું કે સંઘ એ સાંસ્કૃતિક સંગઠન છે તે ભૂમિકા રહેવી જોઈએ.
- Advertisement -
જયારે ધર્મની વાત આવે તો તેનો નિર્ણય ધર્મગુરૂમાં કરશે અને તેઓ જે નિર્ણય કરશે તે સંઘને તથા વિશ્વ હિન્દુ પરિષદ સ્વીકારશે. તેઓએ જણાવ્યું કે શ્રી ભાગવતની લાંબા સમયથી આ સલાહ છતાં પણ વધુ એવા સ્થાનો શોધાયા છે જેમાં મંદિરના સ્થાને અન્ય ધર્મના સ્થાન બની ગયા છે અને ધાર્મિક સંગઠનોએ રાજકીય એજન્ડા નહી લોકોની સંવેદનશીલતાના આધારે કામ કરે છે. આ પ્રથમ વખત બન્યુ છે કે મોહન ભાગવતને તેમના વિધાનોનો આ રીતે આકરો સામનો કરવો પડયો છે અને તે પણ સંઘ પ્રેરીત સંગઠનો દ્વારા જ હશે. આ મુદાઓ ઉઠાવાઈ રહ્યા છે. જગતગુરુ રામભદ્રાચાર્યએ પણ તેવોજ સૂર દર્શાવતા કહ્યું કે ધર્મના સંબંધ નિર્ણય છે. સંઘે તે મુદા આધ્યાત્મીક-ધાર્મિક ગુરૂઓ પર છોડવા જોઈએ.
વાસ્તવમાં આ એક નવો પ્રવાહ શરૂ થયો છે અને હિન્દુ સમુદાયમાં તેમની આસ્થા અને સંઘના પ્રભાવની ટકકર શરૂ થઈ છે. ઉતરપ્રદેશમાં કાશી, મથુરાના સ્થાનો ઉપરાંત સંબંધમાં જે રીતે નવા સ્થાનો પર સર્વે, ખોદાઈ અને હિન્દુ મંદિરોના અવશેષો મળ્યાના અહેવાલથી છેક રાજસ્થાનથી અજમેર દરગાહ સુધી હવે આ માંગણી થઈ છે. જગતગુરૂ રામભદ્રાચાર્યએ તો ત્યાં સુધી કહ્યું કે મોહન ભાગવત અમારા બોસ નથી પણ અમો જ છીએ. અમે હકારાત્મક વિચારીએ છીએ. અમો આ મુદાઓ અદાલતો, મતપત્રકો અને હિન્દુ સમુદાયના ટેકાની ઉકેલશું. ઉતરાખંડ જયોતિષ પીઠના શંકરાચાર્ય સ્વામી અવિમુકતેશ્વરાનંદે પણ ભાગવતના વિધાનો પર આકરી પ્રતિક્રિયા આપી હતી. હિન્દુઓએ અસંખ્ય અત્યાચારોનો સામનો કર્યો છે અને આક્રમણકારોએ નાશ કરેલા મંદિરોનો પુનરોદ્ધાર કરવામાં કંઈ ખોટુ નથી.
તેઓએ કહ્યું કે ભાગવત તેમની અનુકુળતા મુજબ બોલે છે અને જયારે તેમને પોતાની જરૂર હતી તો મંદિર પર જ બોલતા હતા અને હવે તેઓએ મંદિરો નહી શોધવાની શિખામણ આપે છે.




