જ્ઞાનદેવ મહારાજ શ્રીગુરુને જ ગણપતિ કહે છે. કારણ શ્રીગુરુ સકળ સંસારની બુદ્ધિને જ્ઞાનનો પ્રકાશ આપે છે. શ્રીગણેશજી પછી વિદ્યાના દેવી શ્રી સરસ્વતીને નમસ્કાર કરે છે.
મોર્નિંગ મંત્ર
– ડૉ.શરદ ઠાકર
– ડૉ.શરદ ઠાકર
સૃષ્ટિના ઉદગમકાળમાં રમણીય કૈલાસ શિખર પર ભગવાન સદાશિવને ભક્તિથી પ્રણામ કરી ભગવતી પાર્વતીએ પ્રશ્ર્ન પૂછ્યો હતો, ‘હે દેવોના દેવ, પરથી પણ પર, જગતગુરુ, તમને પ્રણામ.’ આમ ગુરુઓના પણ ગુરુ આદિગુરુ શ્રીસદાશિવ ભગવાન તરીકે સ્થાપિત થયા.
એ પછી મા પાર્વતીએ કહ્યું, ‘મહાદેવ, મને ગુરુદીક્ષા આપો.’
એ પછી શિવ-પાર્વતી વચ્ચે જે સંવાદ રચાયો એ વેદવ્યાસ દ્વારા સ્કંદ પુરાણમાં સમાવિષ્ટ છે. 400 કરતાં પણ વધારે શ્લોકોમાંથી સ્વામી મુક્તાનંદબાબાએ ચૂંટેલા શ્રેષ્ઠ 182 શ્લોકોને ગુરુગીતા સ્વરૂપે પ્રચલિત કર્યા. સિદ્ધયોગની પરંપરામાં ગુરુગીતા પાઠને અવિભાજ્ય અંગ માનવામાં આવે છે.
- Advertisement -
જે ઘરમાં નિત્ય ગુરુગીતા પાઠ થતો હોય ત્યાં ક્યારેય કોઇ દુ:ખ પ્રવેશતું નથી. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ આ ચારેય પરિપૂર્ણ થાય છે. ગુરુગીતાના પ્રત્યેક શ્લોકમાં સંપૂર્ણ સમર્પણભાવ આરોપીને જો એનું પઠન કરવામાં આવે તો ભગવાન સદાશિવ અને મા પાર્વતી તે ઘર પર અઢળક આશીર્વાદ વરસાવે છે.
ચાલો, આજે હું અને તમે સહુ ભક્તિભાવપૂર્વક ગુરુગીતા વાંચીએ, સાંભળીએ અથવા ગાઇએ. જ્યારે પૃથ્વી પર હજી જીવ પાંગર્યો ન હતો, શબ્દને સમજણની પાંખો ફૂટી ન હતી તે સમયે કૈલાસ પર્વત પર હિમાચ્છાદિત શિખર પર બેસીને સકળ બ્રહ્માંડના અધિપતિ ભગવાન સદાશિવ અને જગતજનની દેવી પાર્વતી વચ્ચે રચાયેલો આ સંવાદ આપણે કલ્પનાથી એ જ દિવ્યભૂમિ પર જઇને આરાધીએ.