– ટોલ બેન્ક ખાતામાંથી કપાઈ જશે: ગડકરી
હાઈવે પર વાહન ચલાવતા લોકો ટોલ ટેકસને લઈને પરેશાન છે તો તેમના માટે રાહતના સમાચાર છે. કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતીન ગડકરીએ ટોલ ટેકસને લઈને એલાન કર્યું છે કે વર્ષ 2024 પહેલા દેશમાં 26 ગ્રીન એકસપ્રેસ બની જશે. સાથે સાથે ટોલ ટેકસને લઈને નવા નિયમ જાહેર કરાશે.
- Advertisement -
ઉલ્લેખનીય છે કે ગ્રીન એકસપ્રેસ બની ગયા બાદ ભારત માર્ગોના મામલે અમેરિકાની બરાબર થઈ જશે. કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું હતું કે ટોલ ટેકસને વસુલવાના નિયમો અને ટેકનોલોજીમાં પણ મોટા ફેરફાર થશે. ટોલટેકસ વસુલવા સરકાર બે રીતે અપનાવી શકે છે. પ્રથમ ઓપ્શન વાહનોમાં જીપીએસ સીસ્ટમ લગાવી શકાય છે.
જયારે બીજી પદ્ધતિ આધુનિક નંબર પ્લેટ સંબંધીત છે, હાલ તો આના માટે પ્લમીંગ ચાલી રહ્યા છે. ગડકરીએ જણાવ્યું હતું કે ટોલ ટેકસ ન ચૂકવવા પર કોઈપણ પ્રકારની સજાની જોગવાઈ નથી. આવનારા દિવસોમાં ટોલટેકસ વસુલવા માટે ટેકનોલોજીનો ઉપયોગ થશે. હવે ટોલ આપોઆપ બેન્ક ખાતામાંથી કટ થઈ જશે.