મેસેજનું લોકેશન UKથી મળી આવ્યું
ખાસ-ખબર સંવાદદાતા
ખાલિસ્તાન સમર્થક અને શીખ ફોર જસ્ટિસ (જઋઉં)ના આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નુએ સીએમ યોગી આદિત્યનાથને મારી નાખવાની ધમકી આપી છે. પન્નુએ એક ઓડિયો સંદેશ મોકલ્યો છે. તેમાં કહેવામાં આવ્યું છે કે પોલીસે અયોધ્યામાં 3 ખાલિસ્તાન સમર્થક યુવકોની ધરપકડ કરી છે. તેમના પર અત્યાચાર કરવામાં આવી રહ્યો છે. તેમની સામે ખોટો કેસ કરવામાં આવી રહ્યો છે.તેમણે કહ્યું છે કે 22 જાન્યુઆરીએ અયોધ્યામાં આયોજિત રામમંદિર સમારોહમાં તમને (ઈખ યોગી) જઋઉંથી કોઈ બચાવી શકશે નહીં. જરૂર પડ્યે રાજકીય હત્યાઓ કરીશું. જઋઉં આનો જવાબ 22 જાન્યુઆરીએ આપશે. અયોધ્યામાં 24 કલાકની અંદર પોલીસ અને સુરક્ષા એજન્સીઓએ 3 શંકાસ્પદ લોકોની ધરપકડ કરી છે. સુરક્ષા એજન્સીનાં સૂત્રોના જણાવ્યા અનુસાર સીએમ યોગીને મોકલવામાં આવેલા ધમકીભર્યા મેસેજમાં વોઈસ રેકોર્ડિંગ મોકલવામાં આવ્યું છે. આ રેકોર્ડિંગ યુનાઇટેડ કિંગડમ (યુકે)ના લોકેશન પરથી મળી આવ્યું હતું. હાલમાં આ મેસેજ સાથે જોડાયેલાં તમામ પાસાઓની તપાસ કરવામાં આવી રહી છે. સુરક્ષા એજન્સી ટૂંક સમયમાં ધરપકડ કરાયેલા ત્રણ યુવકોની પૂછપરછ કરી શકે છે.
- Advertisement -
અયોધ્યામાં ત્રણ શંકાસ્પદ આતંકીને ઝડપતી ATS
અત્રે 22મીએ વડાપ્રધાન મોદીના હસ્તે દેશ-વિદેશની હસ્તીઓની ઉપસ્થિતિમાં રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા નવ નિર્મિત રામ મંદિરમાં થવાની છે ત્યારે અયોધ્યામાં જડબેસલાક સુરક્ષા વ્યવસ્થા કરાઈ છે. દરમિયાન અયોધ્યામાં ખાલિસ્તાની આતંકીઓ સાથે સંકળાયેલ ત્રણ શંકાસ્પદ યુવકો ઝડપાતા એટીએસ હાઈ એલર્ટ પર આવી ગયું છે. ગુરુવારે અયોધ્યામાં ત્રણ શંકાસ્પદ આતંકીઓ મળી આવ્યા બાદ સુરક્ષા વ્યવસ્થા વધુ સજજડ બનાવી દેવાઈ છે.આ અંગે વધુમાં જાણવા મળતી વિગત મુજબ અયોધ્યામાં રામમંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા પર્વ પુર્વે સુરક્ષા વ્યવસ્થા ચુસ્ત બનાવાઈ છે ત્યારે ગઈકાલે યુપી એટીએએ અયોધ્યામાંથી ત્રણ શકમંદોની ધરપકડ કરી હતી. સૂત્રોના જણાવ્યા મુજબ ઝડપાયેલા ત્રણેય શકમંદો સુખા ડંકે, અર્શ દલ્લા ગેંગના સભ્યો હોવાનું કહેવામાં આવે છે. અર્શ દલ્લાને ભારત સરકારે આતંકી જાહેર કર્યા છે. ત્રણેય આરોપીઓની પુછપરછ કરાઈ રહી છે.