રાજકોટ નાગરિક સહકારી બેંક લિ.ના વાંચન પરબના 91મા મણકામાં ‘ધર્મો રક્ષતિ’ની સરળ અને અસરકારક વાત સ્વયં લેખિકાએ રજુ કરી
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
સામાજિક ઉત્તરદાયિત્વ સાથે કાર્ય કરતી, રાજકોટ નાગરિક સહકારી બેંક લિ. દ્વારા સફળતાથી વાચન પરબ ચાલી રહ્યું છે. તેના 91મા મણકામાં પૂર્વ પ્રધ્યાપિકા-લેખિકા-અનુવાદક-કવયિત્રી-વક્તા-કોલમિસ્ટ-અભિનેત્રી દેવાંગી ભટ્ટ લિખિત ‘ધર્મો રક્ષતિ’ની ભાવવાહી અને પ્રભાવશાળી રીતે સ્વયં લેખિકાએ બેંકની હેડ ઓફિસ, અરવિંદભાઇ મણીઆર નાગરિક સેવાલય, રાજકોટ ખાતે પ્રસ્તુત કરી હતી. લેખિકા દેવાંગી ભટ્ટે રજુ કરેલ વક્તવ્ય, ‘આ નવલકથામાં માતા અરુધંતી, તેમના પુત્ર આદિત્ય ભરદ્વાજ, દીકરી પૂર્વા અને પરિવારના માધ્યમથી ધર્મ, તથા કથિત બિનસાંપ્રદાયિકતા, વૈશ્ર્વિક સત્ય સાથેનું જીવનધોરણ અને માન્યતાઓના ગઢમાં જીવાતું કદરૂપું જીવન બખૂબી રજુ કરેલું છે. માનું સત્ય વિશ્ર્વના સત્યથી જુદું હોય છે.
યુદ્ધ માટે અપરાધી એ છે કે જે પહેલો હુમલો કરે છે નહિ કે પ્રતિકાર કરનાર. પ્રતિકાર કરનાર તો પીડિત હોય છે. આપણે સેકયુલર દેખાવા માટે એટલા નાલાયક બનીએ છીએ કે પ્રતિકાર કરનારને જ અપરાધી બનાવી દઇએ છીએ. કોઇપણ પ્રજા અસ્તિત્વના ભોગે ઉદાર ન બની શકે. જે પોતાનું છે તેનું ગૌરવ કરવામાં શરમ શેની ? લાગવા અને હોવા વચ્ચે ભેદ હોય છે. ખુલ્લી મુઠ્ઠીનો દેખાડો બહુ ર્ક્યો, પણ હું જાણું છું કે જરાક ખોતરો તો દરેક મનુષ્યમાં બંધ મુઠ્ઠીની અભિપ્સા છે. ઘણીવાર સામાન્ય બુદ્ધિથી જે સમજાય છે તે બહુ બુદ્ધિજીવીઓને સમજાતુ નથી.’
આ અવસરે બેંકના ચેરમેન દિનેશભાઇ પાઠક, ડિરેકટરગણ પૈકી વિક્રમસિંહ પરમાર, કલ્પેશભાઇ ગજ્જર, જ્યોતિબેન ભટ્ટ, શૈલેષભાઇ મકવાણા (કો-ઓપ્ટ), મુરલીભાઇ દવે (ક્ધવીનર-રૈયા રોડ શાખા વિકાસ સમિતિ), જયશ્રીબેન શેઠ (સદસ્ય-રૈયા રોડ શાખા વિકાસ સમિતિ), નવીનભાઇ શેઠ (પૂર્વ વાઇસ ચાન્સેલર-જીટીયુ), કિશોરભાઇ મુંગલપરા (સેવા ભારતી-કાર્યાધ્યક્ષ-ગુજરાત), નરેન્દ્રભાઇ દવે (સૌરાષ્ટ્ર પ્રાંત સહ વ્યવસ્થા પ્રમુખ), પ્રકાશજી મુલે (મેનેજર-લોન, બેડીપરા શાખા),સંજયભાઇ અને ભાવનાબેન ઠાકરે લેખિકા દેવાંગી ભટ્ટનું સ્મૃતિભેટ આપી સન્માન ર્ક્યું હતું.