નવી જોગવાઈ ફકત કંપનીઓ દ્વારા ખરીદાતી કાર પર જ છે : માન્ય ડિલર – વિક્રેતાને પણ લાગુ પણ માર્જીન પર ટેક્સ લાગશે
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.23
શનિવારે મળેલી જીએસટી કાઉન્સીલની બેઠકમાં સેક્ધડ હેન્ડ એટલે કે જુની કારના ખરીદ વેચાણ પર જીએસટી 12% માંથી વધારી 18% કરાયો પણ આ 18% ટેક્ષ ફકત સેક્ધડહેન્ડ કે પ્રી ઓન કાર ખરીદતી કંપનીઓ અને પેઢીઓને જ લાગુ થશે. વ્યક્તિગત રીતે કોઈ જૂની ઈ.વી. કે જૂની કાર ખરીદે તેણે આ 18% જીએસટી ભરવાનો રહેશે નહી. કંપનીઓ કે પેઢીઓ આ પ્રકારની ખરીદીમાં બાદમાં ઘસારાની જોગવાઈનો લાભ લે છે. અત્યાર સુધી જૂની પેટ્રોલ-ડીઝલ કાર પર આ પ્રકારનો વેરો વસુલાતો હતો તે હવે ઈ-કારમાં પણ લેવાશે પણ જૂની ઈ-વી કે કાર કોઈ એક વ્યક્તિ જે તેની આવક હોય તે બીજી વ્યક્તિને વેચે તો તેને કોઈ ટેક્ષ દેવાનો થતો નથી. પણ કોઈ નોંધાયેલા વિક્રેતા એટલે કે હાલ જે રીતે પ્રી-ઓન કારનાં ખરીદ-વેચાણમાં કંપનીઓ તથા રજીસ્ટર વેચાણકારો સામેલ છે તો તેઓને 18% જીએસટી ભરવાનો રહે છે. આ જીએસટી ખરીદ-વેચાણ કિંમત નહી પણ તેના માર્જીન પર આ રીતે 18% ટેક્ષ વસુલાશે.
- Advertisement -
18% જીએસટીની જોગવાઈ પણ 1200 સીસીથી વધુ એન્જીન ક્ષમતા અને 4000 એમએસની લંબાઈના જૂના પેટ્રોલ વાહનો ઉપરાંત 1500 સીસી કે તેથી વધુની એન્જીન ક્ષમતા અને 4000 મીમીથી વધુ લંબાઈવાળા ડિઝલ વાહનો પર આ ટેક્ષ લાગુ રહેશે.