અદાણી ગ્રુપમાં સર્જાયેલી જબરી અફડાતફડી અને રોકાણકારોનાં લાખો-કરોડો રૂપિયા પર સર્જાયેલા જોખમનાં મુદ્દે સરકારે ફરી સ્પષ્ટતા કરી છે કે પોર્ટથી એરપોર્ટનાં કામકાજ અદાણી ગ્રુપને સોંપવામાં કોઈ ફેવર કરવામાં આવી નથી. નાણામંત્રી નિર્મલા સીતારામને ગઈકાલે એક મુલાકાતમાં અદાણી ગ્રુપ અંગે વિપક્ષોનાં આક્ષેપને નકારતા અને ઉપજાવી કાઢેલા ગણાવતા જણાવ્યું હતું
કે અદાણી ગ્રુપે જે કંઈ રાષ્ટ્રીય ટેન્ડર જીત્યા છે તેમાં તમામમાં પારદર્શક પધ્ધતિ અને ગ્લોબલ ટેન્ડરીંગ પદ્ધતિ અપનાવવામાં આવી હતી. નરેન્દ્ર મોદીનાં નેતૃત્વ હેઠળની સરકારે એક પણ ઔદ્યોગીક ગૃહની ફેવર કે અનફેવર કરી નથી અને વિપક્ષોની સરકારો રાજસ્થાન અને કેરાળામાં છે ત્યાં પણ અદાણી ગ્રુપે ટેન્ડર જીત્યા છે તેથી મોદી સરકારે ફેવર કર્યાના આક્ષેપો ટકી શકે તેમ નથી.