મેટોડા ઙૠટઈક સબ-ડિવિઝનમાં ફરજ બજાવતા નાયબ ઈજનેરની 10 દિવસમાં બદલી નહીં થાય તો આંદોલન
મેટોડા ઇન્ડસ્ટ્રીયલ એસો.ના ઔદ્યોગીક એકમો નાયબ ઇજનેર હિરેન ગણાત્રાના કડક વલણને ‘શિસ્ત’ ગણાવી રહ્યા છે
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ (ઙૠટઈક)ના રાજકોટ ગ્રામ્ય વર્તુળ હેઠળ આવતા મેટોડા સબ-ડિવિઝનમાં નાયબ ઈજનેર (ઉુ. ઊક્ષલશક્ષયયિ) હિરેન હસમુખલાલ ગણાત્રાની બદલીના મામલે મોટો વિવાદ ઊભો થયો છે. એક તરફ કર્મચારીઓ આક્ષેપ કરી રહ્યા છે, જ્યારે બીજી તરફ ઉદ્યોગ જગત અને કંપનીના સૂત્રો અધિકારીના કડક વલણને ‘શિસ્ત’ ગણાવી રહ્યા છે.
મેટોડા સબ-ડિવિઝનના કર્મચારીઓએ કાર્યપાલક ઈજનેર (ઙૠટઈક, રાજકોટ ગ્રામ્ય વિભાગીય કચેરી)ને પત્ર લખીને ગણાત્રાની તાત્કાલિક ધોરણે બદલી કરવાની માંગણી કરી છે. તેમજ તેઓ દ્વારા આક્ષેપો પણ કરવામાં આવી રહ્યા છે કે નાયબ ઈજનેર ગણાત્રા છેલ્લા બે વર્ષથી તેમને માનસિક ત્રાસ આપી રહ્યા છે, કંપનીના નિયમો વિરુદ્ધ જઈને કામગીરી કરાવે છે અને ગેરશિસ્તપૂર્વક હેરાન-પરેશાન કરે છે, તેમજ કેટલાક કર્મચારીઓને અન્ય જગ્યાએ બદલી કરવાની ધમકીઓ પણ આપવામાં આવે છે, જેનાથી કર્મચારીઓ સતત માનસિક તાણ અનુભવી રહ્યા છે. આ ઉપરાંત મહિલા સહિતના કર્મચારીઓની કામગીરીની વિગતો રાત્રે 7 થી 8 વાગ્યે માંગે છે અને જો કોઈ ભૂલ થાય તો અપમાનજનક શબ્દો બોલીને હેરાન કરવામાં આવી રહ્યા છે. ત્યારે કર્મચારીઓએ સ્પષ્ટ જણાવ્યું છે કે, જો 10 દિવસમાં તેમની બદલી નહીં થાય, તો 9 ઓક્ટોબર, ગુરુવાર સવારે 7 થી 10 વાગ્યા સુધી રાજકોટ રુરલ સર્કલના અધિક્ષક ઈજનેરની કચેરી, લક્ષ્મીનગર ખાતે આમરણાંત ઉપવાસ પર બેસવાની ચીમકી આપી છે.
સમગ્ર મામલે પીજીવીસીએલના ઉચ્ચ અધિકારીઓએ તાત્કાલિક સંતુલિત તપાસ કરવાની જરૂર છે. કર્મચારીઓના ગંભીર આક્ષેપોની સચ્ચાઈ અને સામે પક્ષે અધિકારીના ઉત્કૃષ્ટ કામગીરીના રેકોર્ડને ધ્યાનમાં રાખીને તટસ્થ નિર્ણય લેવો અનિવાર્ય છે,
કર્મચારીઓની બદલીની માંગણીને એકતરફી સ્વીકારવી ન્યાયી નથી, પરંતુ માનસિક ત્રાસના આક્ષેપોને પણ નજરઅંદાજ કરી શકાય નહીં. આમ શું આ વિવાદ બદલી માફિયાના ખેલનું પરિણામ છે કે પછી શિસ્તભંગ કરનારા કર્મચારીઓને કડક કાયદાનો દંડ વાગ્યો છે? આ સવાલ પર સૌની નજર ટકેલી છે.
મેટોડા ઇન્ડસ્ટ્રિયલ એસોસિયેશન દ્વારા નાયબ ઇજનેરને તાજેતરમાં સન્માનિત કરાયા હતા
તાજેતરમાં જ ગણાત્રાને મેટોડાની ઇન્ડસ્ટ્રિયલ એસોસિયેશન દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા. ઉપરાંત, રાજકોટ ગ્રામ્ય વર્તુળ દ્વારા મેટોડા સબ-ડિવિઝનને સતત બે વર્ષ (2024 અને 2025) સુધી ’ણયજ્ઞિ ઉયબશિં અિયિફતિ’ માટે ’ઘીતિંફિંક્ષમશક્ષલ ઙયરિજ્ઞળિફક્ષભય ઊફમિ’ એનાયત થયો છે, જે અધિકારીના સબ-ડિવિઝન પરના કડક નિયંત્રણ અને કાર્યક્ષમતા દર્શાવે છે.
અધિકારીના સમર્થનમાં આવ્યું ઉદ્યોગ જગત
મેટોડા સબ-ડિવિઝનમાં નાયબ ઈજનેર તરીકે ફરજ બજાવતા હિરેન ગણાત્રાના સમર્થનમાં મેટોડાની ઇન્ડસ્ટ્રિયલ એસોસિયેશન અને વિભાગના આંતરિક સૂત્રો મક્કમ છે. ઉદ્યોગ જગતના પ્રતિનિધિઓએ ગણાત્રાને ‘પારદર્શક કામગીરી અને શિસ્તના રક્ષક’ ગણાવ્યા છે. તેમનું કડક અને ન્યાયી વલણ વીજળી જેવી આવશ્યક સેવામાં ભ્રષ્ટાચાર અટકાવે છે. સૂત્રોનું કહેવું છે કે ગણાત્રા દ્વારા સમયસર કામગીરી, દૈનિક રિપોર્ટિંગ અને સ્ટાફ માટે શિસ્તબદ્ધ વર્તન અનિવાર્ય બનાવવામાં આવ્યું છે. આ કડક વલણ નિયમિતતા ન જાળવનારા હિતગ્રસ્ત તત્વોને પસંદ ન હોવાથી તેઓ દબાણની રાજનીતિ દ્વારા તેમની બદલી કરાવવા માંગે છે.
- Advertisement -