રવિવારે એવી અફવા ઉડી હતી કે આરબીઆઈ ચલણી નોટો પર એપીજે અબ્દુલ કલામ અને રવિન્દ્ર નાથ ટાગોરની તસવીર લગાડવાની છે પરંતુ હવે સોમવારે આરબીઆઈએ આ અફવાને રદિયો આપીને એક ખુલાસો જારી કર્યો છે.
- Advertisement -
ચલણી નોટો પર ગાંધીજીની તસવીર રહેશે
આરબીઆઈ દ્વારા જારી કરવામાં આવેલા ખુલાસામાં એવું જણાવાયું છે કે હાલની ચલણી નોટોમાં કોઈ ફેરફારની આરબીઆઈની કોઈ દરખાસ્ત નથી. આરબીઆઈ સ્પસ્ટ શબ્દોમાં જણાવ્યું કે હાલની ચલણી નોટો પર ટાગોર કે કલામની તસવીર લગાડવીની કોઈ યોજના નથી અને મહાત્મા ગાંધીજીની જ તસવીર રહેશે.
There is no such proposal by the Reserve Bank of India to make any changes in the existing currency and bank notes: RBI on reports suggesting that it is considering changes to the existing currency, and bank notes by replacing Mahatma Gandhi's face with that of others pic.twitter.com/DtPL2a8WeS
— ANI (@ANI) June 6, 2022
- Advertisement -
પીઆઈબી ફેક્ટચેકમાં શું કહેવાયું
પીઆઈબી ફેક્ટચેકમાં પણ કહેવાયું હતું કે ચલણી નોટો પરની તસવીર બદલવાના જે રિપોર્ટ આવ્યાં હતા તે ફેક છે અને આરબીઆઈ કે સરકારની આવી કોઈ યોજના નથી.
ચલણી નોટો પર કલામ અને ટાગોરની તસવીર લાગશે તેવો આવ્યો હતો રિપોર્ટ
રવિવારે એવા રિપોર્ટ આવ્યાં હતા કે ભારતના 11માં રાષ્ટ્રપતિ અને મિસાઈલ મેન ડોક્ટર એપીજે અબ્દુલ કલામ અને રવીન્દ્રનાથ ટાગોરની તસવીર લગાડવાની આરબીઆઈની યોજના છે. એક રિપોર્ટમાં જણાવ્યા અનુસાર, હવે નાણામંત્રાલય અને ભારતીય રિઝર્વ બેંક અમુક બેંક નોટોની એક નવી સિરિઝ લાવવા પર વિચાર કરી રહી છે, જેના પર ટાગોર અને કલામની વોટરમાર્ક ફોટો હશે.. અહેવાલો અનુસાર, ગાંધી, ટાગોર અને કલામના વોટરમાર્કવાળા ફોટોગ્રાફ્સના સેમ્પલના બે અલગ-અલગ સેટ આરબીઆઈ અને નાણા મંત્રાલય હેઠળના સિક્યોરિટી પ્રિન્ટિંગ એન્ડ મિન્ટિંગ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (SPMCIL) દ્વારા IIT-દિલ્હીના એમેરિટસ પ્રોફેસર દિલીપ ટી શહાનીને મોકલવામાં આવ્યા છે. પ્રોફેસર શાહાનીને બે સેટમાંથી પસંદ કરવા અને સરકાર દ્વારા આખરી વિચારણા માટે મુકવા માટે કહેવામાં આવ્યું છે.
સરકારી સૂત્રોના જણાવ્યા અનુસાર, એક અથવા ત્રણેય ફોટોગ્રાફ્સ પસંદ કરવા અંગેનો અંતિમ નિર્ણય ‘ઉચ્ચ સ્તરે’ યોજાનારી બેઠકમાં લેવામાં આવશે. સૂત્રોના જણાવ્યા અનુસાર ત્રણ વોટરમાર્ક સેમ્પલની ડિઝાઈનિંગને સત્તાવાર મંજૂરી મળી ગઈ હતી. હજુ સુધી કોઈ નક્કર નિર્ણય લેવામાં આવ્યો નથી, પરંતુ નોટો પર વ્યક્તિગત વ્યક્તિત્વના વોટરમાર્કવાળા ચિત્રો સામેલ કરવાની શક્યતા શોધવા માટે પગલાં લેવામાં આવ્યા છે.
Several media reports claim that @RBI is planning to introduce new currency notes with the photos of Dr. APJ Abdul Kalam & Rabindranath Tagore#PIBFactCheck
▶️This Claim is #FAKE
▶️@RBI clarifies no change in existing currency notes
🔗https://t.co/U1ULRQ8cKB pic.twitter.com/5B5u91GpPr
— PIB Fact Check (@PIBFactCheck) June 6, 2022