ખાસ-ખબર સંવાદદાતા
સૌરાષ્ટ્ર સહીત રાજ્યભરમાં છેલ્લા 48 કલાકથી વાતાવરણમાં પલટો આવ્યો છે. રાજ્યના હિલ સ્ટેશનો સહિત વેરાવળના દરિયાકાઠા વિસ્તારમાં કમોસમી ઝાપટા પડ્યા હતા તો અરબી સમુદ્રમાં સર્જાયેલ વેસ્ટર્ન ડીસ્ટર્બન્સ બાદ રાજ્યના હવામાન વિભાગની સૂચનાથી મોરબી જીલ્લાના નવલખી બંદર ઉપર એક નંબરનું ભયસુચક સિગ્નલ ચડાવવામાં આવ્યું છે. આ સાથે દરીયામાં માછીમારી કરી રહેલા માછીમારોને સાવચેત રહેવા તંત્ર દ્વારા બોટ એસોસિએશનોને જાણ કરાઈ છે. રાજ્યના હવામાન વિભાગની સુચનાથી મોરબીના નવલખી બંદર ઉપર એક નંબરનું ભયસુચક સિગ્નલ ચડાવવામાં આવ્યુ છે.
એક નંબરના સિગ્નલ મુજબ દરીયાઈ વાતાવરણમાં પલટો આવવાની સાથે ભારે પવન ફૂંકાવવાની સાથે તોફાની મોજા ઉછળવાની શક્યતાઓ છે જેને ધ્યાને લઈ માછીમારોએ સાવચેત રહેવું. આ સાથે દરિયામાં માછીમારી કરી રહેલા અને દરિયામાં જનાર તમામ માછીમારોને સાવચેત રહેવા તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી છે.