ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢની દિકરીએ કરાટે કોમ્પીટીશનમાં નામ રોશન કર્યુ. ગુરૂગ્રામ હરીયાણા ખાતે યોજાયેલી નેશનલ લેવલ કરાટે કોમ્પિટીશનમાં ફાઇટ કોમ્પિટીશનમાં નેશનલ લેવલે સેકંડ રેન્ક અને નેશનલ લેવલ કરાટે કોમ્પિટીશનમાં કાટા કોમ્પિટીશનમાં નીવા હિતેશભાઇ લાખાણીએ ત્રીજો રેન્ક મેળવી સિલ્વર અને બ્રોન્ઝ મેડલ મેળવેલ છે.
આ આપણી ગૌરવવંતી દિકરી જુનાગઢ રેલ્વે સ્ટેશન પર પહોંચી ત્યારે વિશાળ સંખ્યામાં ઉપસ્થિત લોકોએ તેમનું સ્વાગત કર્યું હતું અને ભારતીય જનતા પાર્ટી જુનાગઢ મહાનગરનાં મહામંત્રી ભરત શીંગાળાની ભાણેજ અને હિતેશ લાખાણીની પુત્રી નીવાને શુભકામનાઓ પાઠવી હતી.