સ્વતંત્રતા દિવસના અવસરે બિહારના પટનામાં ગાંધી મેદાનમાં આયોજીત રાજ્યકક્ષાના કાર્યક્રમમાં સીએમ નીતિશ કુમારે રોજગારને લઈને મોટી જાહેરાત કરી છે.
બિહારમાં સોમવારે સ્વતંત્રતા દિવસના અવસર પર ગાંધી મેદાનમાં સરકાર તરફથી ધ્વજારોહણ કાર્યક્રમનું આયોજન કરવામા આવ્યું હતું. મુખ્યમંત્રી નીતિશ કુમારે પોતાની સરકારી નિવાસ સ્થાન પર ધ્વાજ ફરકાવ્યા બાદ ગાંધી મેદાનમાં પહોંચ્યા અને ઝંડો ફરકાવ્યો હતો. આ અવસરે સીએમ નીતિશ કુમારે મોટી જાહેરાત કરી હતી. તેમણે રોજગારને લઈને મોટી વાત કહી હતી. તેજસ્વી યાદવના 10 લાખ લોકોને નોકરી આપવાના વચનને બળ આપતા સીએમ નીતિશ કુમારે કહ્યું કે, અમે રાજ્યમાં 10 લાખ તો શું પણ 20 લાખ લોકોને રોજગાર આપીશું. તેમણે કહ્યુ કે, ઓછામાં ઓછા 10 લાખ લોકોને તો રોજગાર મળશે જ . અમે યુવાનોને નોકરી અને રોજગાર આપવાની દિશામાં કામ કરીશું. આપને જણાવી દઈએ કે, સીએમ નીતિશ કુમારે UPSC અને BPSC સિવિલ સેવા પરીક્ષા પાસ કરનારી મહિલા ઉમેદવારોને આર્થિક સહાય આપવાની જાહેરાત પણ કરી છે.
- Advertisement -
It's a historic day & CM announced from a historic place. He clearly said that we'll give 10 lakh jobs & we want to increase it to 20 lakh. We will also work towards generating employment. We thank the CM. This is youth's victory, Bihar's victory: Bihar's Deputy CM Tejashwi Yadav pic.twitter.com/iSWrkI43Qv
— ANI (@ANI) August 15, 2022
- Advertisement -
ખેડૂતો માટે પણ કરી મોટી જાહેરાત
સ્વતંત્રતા દિવસના અવસર પર ઐતિહાસિક ગાંધી મેદાનમાં તિરંગો ઝંડો ફરકાવ્યા બાદ મુખ્યમંત્રી નીતિશ કુમારે પ્રદેશવાસીઓને સંબોધન પણ કર્યું હતું. સીએમ નીતિશ કુમારે આ દરમિયાન ખેડૂતો માટે કામ કરવાની વાત પણ કહી હતી. તેમણે કહ્યું કે, ખેડૂતોને પણ ટ્રેનિંગ આપવામાં આવશે, જેથી તેઓ આધુનિક રીતે ખેતી કરી શકે અને વધારે લાભ મેળવી શકે. સીએમ નીતિશ કુમારે જણાવ્યું હતું કે, દર વર્ષે લગભગ 1.50 લાખ ખેડૂતોને ટ્રેનિંગ આપવામાં આવી રહી છે.હવે અમારી સાથે નવી પેઢીના લોકો છે. અમારાથી પણ વધારે સારુ કામ કરી રહ્યા છે. અમે પડકાર સાથે સતત આગળ વધી રહ્યા છે.
આપને જણાવી દઈએ કે, નાયબ મુખ્યમંત્રી પદ સંભાળ્યા બાદ તેજસ્વી યાદવે રાજ્યમાં 10 લાખ રોજગાર આપવાની વાત કહી હતી. હવે સરકારમાં સામેલ થયા બાદ રોજગારના મુદ્દા પર સતત વાત થઈ રહી છે.
76वें स्वतंत्रता दिवस के अवसर पर पटना के ऐतिहासिक गांधी मैदान में झंडोत्तोलन किया एवं प्रदेशवासियों को संबोधित किया। pic.twitter.com/hx3lm6NFrk
— Nitish Kumar (@NitishKumar) August 15, 2022