હાઈબ્રિડ સિસ્ટમ માટે 40% વીજળી પેદા કરી શકે
ખાસ-ખબર સંવાદદાતા
કેન્દ્રીય રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રી નીતિન ગડકરી તારીખ 29 ઓગસ્ટે 100% ઈથેનોલ ઈંધણ પર ચાલતી કારને માર્કેટમાં મૂકીને એક નવી શરૂઆત કરશે. આ કારની વિગતો હાલમાં જાહેર કરવામાં આવી નથી, પરંતુ જો મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો તે ટોયોટાની ઈનોવા અથવા કેમરી હોઈ શકે છે. ગડકરીએ દિલ્હીમાં એક ઈવેન્ટમાં કહ્યું, ’તારીખ 29 ઓગસ્ટે હું ફ્લેક્સ ફ્યુઅલ પર આધારિત ટોયોટાની કાર લોન્ચ કરીશ. આ 100% બાયોઇથેનોલ પર ચાલતી કાર હશે. આ ઈંધણથી કાર હાઈબ્રિડ સિસ્ટમ માટે 40% વીજળી પેદા કરી શકે છે.
આ કાર વિશ્વની પ્રથમ ઇજ6 ફેઝ-2 ઈલેક્ટ્રીફાઈડ ફ્લેક્સ-ફ્યુઅલ કાર હશે. તેલની આયાત પર 16 લાખ કરોડ રૂપિયા ખર્ચાયા છે ગડકરીએ કહ્યું કે ’આ ઈંધણ પેટ્રોલિયમની આયાત પર થતા ખર્ચને બચાવી શકે છે. જો આપણે આત્મનિર્ભર બનવું હશે તો તેલની આયાત શૂન્ય પર લાવવી પડશે. અત્યારે દેશ આના પર 16 લાખ કરોડ રૂપિયા ખર્ચે છે, જે આપણા અર્થતંત્ર માટે મોટું નુકસાન છે. પેટ્રોલ કરતા ઈથેનોલ સસ્તું છે. હાલમાં ઈથેનોલ 60 રૂપિયા પ્રતિલિટર છે. જ્યાર કારની વાત કરવામાં આવે તો કાર 15થી 20 કિમીની માઈલેજ આપે છે. જે પેટ્રોલ કરતા વધારે સારૂ અને ખિસ્સાને પરવડે એમ છે.
ગડકરી વૈકલ્પિક ઈંધણ અને ગ્રીન એનર્જી પર ચાલતા વાહનોને સતત પ્રોત્સાહન આપી રહ્યા છે. ટોયોટાના ફ્લેક્સ-ફ્યુઅલ પાયલોટ પ્રોજેક્ટને ગયા વર્ષે નીતિન ગડકરી દ્વારા ફ્લેગ ઓફ કરવામાં આવ્યો હતો. જ્યારે કંપનીએ ટોયોટા કોરોલા હાઇબ્રિડ રજૂ કરી હતી.
આ પછી કેન્દ્રીય મંત્રીએ હાઈડ્રોજનથી ચાલતી ટોયોટા મિરાઈને પણ લોન્ચ કરી હતી. ટોયોટા ઉપરાંત મારુતિ ફ્લેક્સ-ફ્યુઅલ વાહનો પર પણ કામ કરી રહી છે. કંપનીએ આ વર્ષે જાન્યુઆરીમાં ઓટો એક્સપોમાં વેગન આર પ્રોટોટાઇપનું પ્રદર્શન કર્યું હતું. આ કાર 85% ઇથેનોલ મિક્સ ફ્યુઅલ પર ચાલી શકે છે.
- Advertisement -
શું છે ઈથેનોલ જાણો
ઇથેનોલ એક પ્રકારનો આલ્કોહોલ છે જે સ્ટાર્ચ અને ખાંડના આથોમાંથી બનાવવામાં આવે છે.
1ૠ ઇથેનોલ: પ્રથમ પેઢીના ઇથેનોલ શેરડીના રસ, મીઠી બીટ, સડેલા બટાકા, મીઠી જુવાર અને મકાઈમાંથી બનાવવામાં આવે છે.
2ૠ ઇથેનોલ: સેક્ધડ જનરેશન ઇથેનોલ સેલ્યુલોઝ અને લિગ્નોસેલ્યુલોસિક સામગ્રીઓમાંથી બનાવવામાં આવે છે જેમ કે ચોખાની ભૂકી, ઘઉંની ભૂકી, કોર્નકોબ, વાંસ અને વુડી બાયોમાસ.
3ૠ બાયોફ્યુઅલ: ત્રીજી પેઢીના બાયોફ્યુઅલ શેવાળમાંથી બનાવવામાં આવશે. અત્યારે કામ ચાલી રહ્યું છે.