પેરિસ ઓલિમ્પિક ગેમ્સ પહેલા રિલાયન્સ ફાઉન્ડેશનના ફાઉન્ડર નીતા અંબાણી ફરી વાર ઈન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટીના સભ્ય ચૂંટાયાં છે.
આવતાં વીકમાં ફ્રાન્સની રાજધાની પેરિસમાં 2024ની ઓલિમ્પિક ગેમ્સ શરુ થવાની છે. ઈન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટી ઓલિમ્પિક ગેમ્સનું આયોજન કરે છે અને આ કમિટીમાં ભારત તરફથી નીતા અંબાણી મેમ્બર તરીકે સામેલ છે. હવે નીતા અંબાણી ફરી વાર ઈન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટીના મેમ્બર ચૂંટાયા છે.
ઈન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટીના સત્રમાં ફરી ચૂંટાયાં
- Advertisement -
ઈન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટી (IOC) એ બુધવારે જાહેરાત કરી કે રિલાયન્સ ફાઉન્ડેશનના સ્થાપક નીતા અંબાણી સર્વસંમતિથી ફરીથી મેમ્બર તરીકે ચૂંટાયા છે. પેરિસમાં હાલમાં ચાલી રહેલા 142મા IOC સત્રમાં ભારતમાંથી IOC સભ્ય 100% મત સાથે સર્વસંમતિથી જીત્યા હતા.
નીતા અંબાણી ખુશખુશાલ
26 જુલાઈથી પેરિસમાં ઓલિમ્પિક ગેમ્સ શરુ થશે
ઉલ્લેખનીય છે કે ઓલિમ્પિક ગેમ્સ પેરિસ 2024 ફ્રાન્સની રાજધાની પેરિસમાં 26 જુલાઈ 2024થી શરુ થઈ રહી છે અને 11 ઓગસ્ટ સુધી રમાશે. આ ઇવેન્ટમાં વિશ્વના ટોચના એથ્લેટ્સની ભાગીદારી જોવા મળશે અને ભારત રાષ્ટ્ર માટે ગૌરવ જીતવા માટે તેના એથ્લેટ્સ પર વિશ્વાસ કરશે.