63 વર્ષીય કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણને બપોરે 12 વાગ્યાની આસપાસ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.
કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણને સોમવારે દિલ્હીની AIIMS હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.એવું કહેવામાં આવ્યું છે કે, સીતારમણને હોસ્પિટલના ખાનગી વોર્ડમાં રાખવામાં આવ્યા હતા. 63 વર્ષીય સીતારમણને બપોરે 12 વાગ્યાની આસપાસ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જોકે તેમને શું તકલીફ થઈ છે તે અંગેની માહિતી હજુ સ્પષ્ટ થઈ નથી.
- Advertisement -
Union Finance Minister Nirmala Sitharaman admitted to AIIMS Delhi for a routine check-up: Official sources
(file photo) pic.twitter.com/8Lsa809rpx
— ANI (@ANI) December 26, 2022
- Advertisement -
મહત્વનું છે કે, ગઇકાલે જ સીતારમણે દિલ્હીમાં ‘સદૈવ અટલ’ ખાતે ભૂતપૂર્વ વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીને તેમની જન્મજયંતિ પર પુષ્પાંજલિ અર્પણ કરી હતી. તાજેતરમાં તમિલનાડુની એક યુનિવર્સિટીમાં એક દીક્ષાંત સમારોહ દરમિયાનનાણામંત્રીએ કહ્યું હતું કે, ભારત વિશ્વની ફાર્મસી તરીકે ઓળખાય છે કારણ કે દેશ સસ્તું ખર્ચે વિશ્વસ્તરીય દવાનું ઉત્પાદન કરે છે. તેમણે કહ્યું કે ભારત આફ્રિકામાં જેનરિક દવાઓની માંગના 50%, યુએસમાં જેનરિક દવાઓના 40% અને યુકેમાં તમામ દવાઓના 25% સપ્લાય કરે છે.