કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારામણે ડ્રગ તસ્કરી કડક વલણ અપનાવતાં એજન્સીઓને એક મોટું કામ સોંપ્યું છે.
DRIના 65મા સ્થાપના દિવસ કાર્યક્રમમાં બોલ્યાં
ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ (ડીઆરઆઈ)ના 65મા સ્થાપના દિવસ નિમિત્તે યોજાયેલા એક કાર્યક્રમમાં સોમવારે બોલતાં કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારામણે એક મોટું નિવેદન આપ્યું હતું. સીતારામણે ડીઆરઆઈ, કસ્ટમ સહિતના અધિકારીઓને ડ્રગ તસ્કરીમાં સંડોવાયેલા મોટા ગુનેગારોને ઝડપી પાડવાનો આદેશ આપ્યો હતો.
- Advertisement -
ડ્રગ કોણ મોકલી રહ્યું છે જાણો
સીતારામણે કહ્યું કે, કોણ મોટા પ્રમાણમાં ડ્રગ મોકલી રહ્યું છે તે જાણી લેવું પડશે. મહેસૂલ ગુપ્તચર અધિકારીઓએ દરેક કેસનું તાકીદે નિવારણ આવે તેવા પ્રયાસો કરવા જોઈએ. નાણામંત્રીએ કહ્યું હતું કે, નિશ્ચિત રીતે દાણચોરો કેટલાક પુરાવા છોડશે જેના આધારે મુખ્ય ગુનેગાર સુધી પહોંચવું સરળ બની જશે. તમારે એ બાબતની તકેદારી રાખવાની છે કે દાણચોરો તમારાથી વધુ કુશળ ન હોય, તમારે વધારે મહેનત કરવી પડશે. ડ્રગના પાઉચ અથવા એક કિલોગ્રામ કોકેઇનવાળાને પકડવા પૂરતા નથી. દેશમાં ડ્રગ્સનો પહાડ કોણ મોકલી રહ્યું છે, તેના માટે કોણ પૈસા લગાવી રહ્યું છે તે બધું જાણો અને પછી મોટા માથાઓને પકડો.
Go after big fish in drug trafficking cases: Nirmala Sitharaman to Directorate of Revenue Intelligence
— Press Trust of India (@PTI_News) December 5, 2022
- Advertisement -
નાના દાણચોરોને પકડવામાં કોઈ ફાયદો નથી: નાણામંત્રી
નાણામંત્રીએ અધિકારીઓને કહ્યું કે તમે નાના ફેરિયાઓ, દાણચોરો, બદમાશોને પકડી રહ્યા છો. શું આટલું પૂરતું છે? લોકોનો વિશ્વાસ મેળવવા માટે આ પૂરતું નથી. શું તમે આવા કિસ્સાઓના મોટા હેન્ડલર્સને પકડવામાં સક્ષમ છો જે પડદા પાછળ છે, તેમણે એમ પણ સૂચવ્યું હતું કે ડીઆરઆઈ અધિકારીએ મુખ્ય ગુનેગારો સુધી પહોંચવા માટે આંતરરાષ્ટ્રીય સહકાર અને વૈશ્વિક સંકલન પર વધુ ભાર મૂકવો જોઈએ.
ગુજરાતમાં 143 કિલો ડ્રગ્સ ઝડપાયું
ઉલ્લેખનીય છે કે ગુજરાત અને મહારાષ્ટ્ર સહિતના કેટલાક રાજ્યોમાં તાજેતરના સમયમાં ડ્રગનો મોટો જથ્થો ઝડપાઈ રહ્યો છે અને આવી ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. ગત સપ્તાહે ગુજરાતમાં આશરે 478 કરોડની કિંમતનું 143 કિલો ડ્રગ્સ ઝડપાયું હતું. અગાઉ પણ ડ્રગ્સની અનેક જપ્તી થઇ ચૂકી છે, જેમાં મુન્દ્રા પોર્ટ પર કરોડો રૂપિયાનું હેરોઇન જપ્ત કરવામાં આવ્યું હતું, જ્યાં તેને 3000 કિલોના જથ્થામાં પકડવામાં આવ્યું હતું.