કેન્દ્રીય નાણામંત્રી આર્થિક પડકારોનો સામનો કરવામાં સફળ, રિલાયન્સના ડિરેકટર મલ્ટી ટાસ્કર: ફોર્ચ્યુન
કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારામન અને રિલાયન્સની ડિરેકટર નીતા અંબાણી ફોર્ચ્યુન ઈન્ડીયાઝ મોસ્ટ પાવરફુલ વુમન ઈન બિઝનેસ 2022માં સંયુક્ત રૂપે પ્રથમ ક્રમે છે, જયારે ચેનલની મુખ્ય કાર્યકારી અધિકારી (સીઈઓ) લીના નાયર ત્રીજા સ્થાને છે.
- Advertisement -
આ રેન્કીંગમાં ફેશન બ્રાન્ડ નાયકાની સીઈઓ ફાલ્ગુની નાયર, આઈએમએફની ડેપ્યુટી મેનેજીંગ ડીરેકટર ગીતા ગોપીનાથ, સેબીની ચેરપર્સન માધબી પુરી બુચ અને ઈન્ડીયા ટુ ડે ગ્રુપની વાઈસ ચેરપર્સન કલીપુરીએ પણ જગ્યા બનાવી છે. આ યાદીમાં સામેલ થનાર ઈશા અંબાણી સૌથી યુવા મહિલા છે.
‘ફોર્ચ્યુન’ એ કેન્દ્રીય નાણામંત્રી સીતારામન માટે જણાવ્યું હતું કે, આંતરરાષ્ટ્રીય પડકારોથી ઉપજેલી વિકટ આર્થિક પરીસ્થિતિઓનો તેમણે જોરદાર સામનો કર્યો હતો. દેશમાં મોંઘવારી કાબુમાં રાખવા, આવક વધારવા અને રચનાત્મકતા માટે ધન એકત્ર કરવા સહિતના કાર્યો માટે તેમને પહેલું સ્થાન મળ્યું છે.
‘ફોર્ચ્યુન’ એ નીતા અંબાણીને મલ્ટી ટાસ્કર (એક સમયે વધુ કામ કરનાર) તરીકે ઓળખાવી છે. નીતા અંબાણી દેશની સૌથી મોટી કંપની રિલાયન્સની ડિરેકટર અને રિલાયન્સ ફાઉન્ડેશનની ચેર પર્સન હોવાની સાથે સાથે રિલાયન્સના મુખ્ય કારોબાર અને પરિવાર વચ્ચે કડીનું કામ કરે છે.
- Advertisement -
‘ફોર્ચ્યુન’ એ જણાવ્યું હતું કે, વ્યક્તિગત વ્યસ્તતાઓ છતાં ગત વર્ષે તેમણે જિયો વર્લ્ડ સેન્ટર અને જિયો ઈન્સ્ટીટયુટને ઉભુ કરવામાં તેમણે મહત્વની ભૂમિકા ભજવી હતી.