આરોપીએ ક્રૂર રીતે માસૂમ બાળકીના ગુપ્તાંગમાં સળિયો નાખી ગંભીર ઈજા કરી’તી, રાજકોટની સ્પે.કોર્ટનો ચુકાદો
11 દિવસમાં ચાર્જશીટ, સ્પેશ્યલ કોર્ટે ડે ટુ ડે કેસ ચલાવ્યો, 33 દિવસમાં ટ્રાયલ પૂર્ણ
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટ જિલ્લાના આટકોટ તાલુકાના કાનપર ગામે ખેતરમાં રમતી પોણા સાત વર્ષની બાળકીનું ગત તા.04/12/25ના રોજ અપહરણ કરી તેણીના ગુપ્ત ભાગમાં સળીયો ઘુસાડી ગંભીર ઇજા પહોંચાડી નાસી છૂટેલા એમપીના આરોપી રેમસીંગ તેરસીંગ ડુડવા ઉ.30ની ધરપકડ કરી પોલીસે 11 દિવસમાં ચાર્જશીટ ફાઈલ કરતા ફરિયાદીની અરજી આધારે સ્પેશ્ર્યલ કોર્ટે ડે ટુ ડે કેસ ચલાવી 33 દિવસમાં ટ્રાયલ પૂર્ણ કર્યું હતું રાજકોટની સ્પેશ્ર્યલ કોર્ટના જજ વી. એ. રાણાએ આરોપી રેમસીંગને ફાંસીની સજાનો હુકમ કર્યો છે પોલીસની ઝડપી કામગીરીથી પીડિત પરિવારને ત્વરિત ન્યાય મળ્યો છે.
આ કેસની હકિકત એવી છે કે, કાનપર ગામે બાળકી પોતાના ભાઈ-બહેનો સાથે રમતી હતી ત્યારે આરોપી રેમસીંગ મોટર સાઈકલ લઈને આવ્યો હતો અને બાળકીને ઉપાડી ઝાડ પાસે લઈ જઈ તેણીના ગુપ્ત ભાગમાં 6 ઈંચનો લોખંડનો સળીયો ભરાવી બળાત્કારનો ગુન્હો આચર્યો હતો બાળકીની ચીસો સાંભળી બાજુના રૂમમાં રહેલ તેણીની મામી દોડી આવતા રેમસીંગ ભાગી ગયો હતો ગંભીર રીતે ઘવાયેલી બાળકીને રાજકોટ ઝનાના હોસ્પિટલ ખસેડાઇ હતી બાળકીના પિતાએ પોલીસને જાણ કરી હતી બાદમાં તા.8/12/2025ના રોજ આરોપી રેમસીંગને શંકાના આધારે ઝડપી લીધો હતો આરોપીને બનાવ સ્થળે રી ક્ધસ્ટ્રક્શન કરાવતી વખતે આરોપી રેમસીંગએ પોલીસ જવાન ઉપર ધારિયાથી હુમલો કરતા પોલીસે નરાધમના બંને પગમાં ગોળી ધરબી હતી આ હત્યાના પ્રયાસનો અલગથી ગુનો નોંધાયો હતો. રીમાન્ડ દરમ્યાન આરોપીએ કાનપર ગામના એક ઝાડ નીચેથી લોખંડનો સળીયો કાઢી આપ્યો હતો લોખંડના સળીયા ઉપરનું લોહી બાળકીનું હોવાનો રિપોર્ટ આવ્યો હતો તપાસ પુર્ણ થયા બાદ 11 જ દિવસમાં સમગ્ર પોલીસ તપાસ પુર્ણ કરી ચાર્જશીટ રજુ કર્યું હતું આ દરમ્યાન બાળકીના પિતાએ અદાલતમાં પત્ર લખી આરોપી સામે તાત્કાલીક કેસ ચલાવી સખ્ત સજા કરવા રજુઆત કરી હતી બનાવની ગંભીરતા ધ્યાને લઈને કોર્ટે આ કેસ રોજબરોજ ચલાવવાનો હુકમ કરી 6-દિવસમાં પુરાવો નોંધવાનું કાર્ય પુર્ણ કરી કાર્યવાહી અંતિમ ચુકાદા સુધી પહોંચી હતી બનાવ સમયે બાળકીને થતી પીડા વખતે આરોપીના વાળ ખેંચવામાં આવેલા હોય ત્યારે કપાયેલી પરિસ્થિતીમાં જ વાળ મળી શકે આરોપી તરફે બચાવ લેવામાં આવેલ કે, ફકત શંકાના આધારે તેને પકડેલ હતો. સરકાર તરફે જણાવવામાં આવેલ કે, તપાસનીશ અમલદારની આરોપી ઉપરની શંકા સંપુર્ણ વ્યાજબી ઠેરવવા માટે મેડીકલ, મૌખિક અને ઈલેકટ્રોનીક ત્રણેય પ્રકારના પુરાવા મળી આવેલ છે. ભોગ બનનાર બાળકી અને બાળ સાહેદ બંનેએ આટલી નાની ઉંમર હોવા છતા પણ આરોપી અને લોખંડનો સળીયો સાંકેતિક રીતે ઓળખી આપેલ છે આ ગુન્હામાં આરોપી તરફે કાનપર ગામમાં હાજર નહી હોવાનો એકમાત્ર બચાવ હોય શકે. રીલાયન્સ જીયોના સી.ડી.આર. રીપોર્ટમાં મોબાઈલ ફોનનુ લોકેશન બનાવવાળા વિસ્તારનુ જ જણાઈ છે આ કેસમાં જિલ્લા સરકારી વકીલ સંજયભાઈ કે. વોરા અને મદદગારીમાં એ.પી.પી. પ્રશાંતભાઈ પટેલ રોકાયેલા હતા આ ગુનામાં દુષ્કર્મ ઉપરાંત ક્રૂર રીતે બાળકીના ગુપ્ત ભાગે સળીયો નાખવામાં આવ્યો હોય જેથી દુષ્કર્મ અને પક્ષોના કાયદા મુજબ ફરિયાદ દાખલ થઈ હતી. કાયદા મુજબ ગુનામાં ફાંસી સુધીની સજાની જોગવાઈ હોય સ્પેશ્ર્યલ કોર્ટના જજ રાણાએ આજે 43માં દિવસે ઉઘડતી કોર્ટે જ આરોપી રેમસીંગ તેરસીંગ ડુડવાને ફાંસીની સજાનો હુકમ કર્યો છે.
જંક્શનમાં 1980માં ટ્રિપલ મર્ડર કેસમાં 16 મે 1989ના રોજ શશીકાંતને ફાંસી અપાઈ હતી
- Advertisement -
1980માં હસુભાઈ દવે લેબર મજદૂર સંઘના પ્રમુખ હતા તેમણે શશીકાંતને સમજાવ્યો છતાં પોતે લેબર કોર્ટ સામે ધરણા શરુ કર્યા હતા શશીકાંત 17 ઓક્ટોબર 1980ના રોજ કોલસવાડીમાં હસુભાઈના ઘરે સાંજે પહોચ્યો હતો પરંતુ હસુભાઈ ઘરે ન હતા તેથી શશીકાંતે તેમના પિતા ગૌરીશંકરભાઈ દવે, હસુભાઈના ભાઇના પત્ની આશાબેન નિરંજનભાઇ દવે અને બીજા ભાઇની 4 વર્ષની પુત્રી વિભા નરેન્દ્રભાઇ દવેની છરીના ઘા મારી હત્યા નિપજાવી હતી ત્યારે આ કેસ રેરેસ્ટ ઓફ રેર ગણવામાં આવ્યો હતો હસુભાઈ દવેને લીધે અન્યાય થયો હોય તેવું મનમાં વિચારીને ત્રણ હત્યા કરી હતી આ કેસમાં જજ છાયા સાહેબ દ્વારા શશિકાન્તને ફાંસીની સજા આપવામાં આવી હતી ત્યાર બાદ અંતે શશીકાંતને 16 મે 1989ના રોજ રાજકોટની જેલમાં ફાંસીના માંચડે ચડાવી દેવામાં આવ્યો હતો.



