વિદેશમાંથી ભારત માટે એક રાહતના સમાચાર આવ્યા છે. ભારતીય નેવીના 8 પૂર્વ ઓફિસરે કરેલી અરજી કતારની કોર્ટે સ્વીકાર કરી લીધી છે. કાતરની કોર્ટે જલ્દી જ તેની અરજી પર સુનાવણી ચાલુ કરી દીધી છે. ઉલ્લેખનીય છે કે, નેવીના 8 પૂર્વ ઓફીસરોને કતારમાં ફાંસીની સજા સંભળાવી હતી.
ભારત સરકારે કરી વિનંતી
8 પૂર્વ નેવી ઓફીસરોની મૃત્યુની સજાની સામે ભારત સરકારે એક અરજી દાખલ કરી છે. કતારની કોર્ટે 23 નવેમ્બર 2023ના આ સ્વીકાર કરી લીધી અને હવે આ અરજી પર વિચાર-વિમર્શ કરીને જલ્દી જ નિર્ણય સંભળાવવામાં આવશે. જણાવી દઇએ કે, ભારતીય વનેવીના 8 પૂર્વ ઓફિસરો કતારમાં દેહરા ગ્લોબલ ટેક્નોલોજી એન્ડ કન્સલ્ટેન્સી સર્વિસીઝ નામની કંપનીમાં કામ કરી રહ્યા હતા. ઓગસ્ટ 2022માં આ તમામની ધરપકડ કરવામાં આવી હતી. કતારની સરકારે નેવીના પૂર્વ ઓફિસરો પર લગાવેલા આરોપોની જાણકારી આપી નથી. 26 ઓક્ટોમ્બર 2023ના કતારની કોર્ટમાં આ પૂર્વ ઓફિસરોને મોતની સજા સંભળાવવામાં આવી હતી.
- Advertisement -
કતારની સરકારે અત્યાર સુધીમાં 8 ભારતીયો પર લગાવેલા આરોપોને સાર્વજનિક કર્યા નથી. જો કે એવી શંકા સેવાય રહી છે કે, સુરક્ષા સંબંધી આરોપોમાં તેમની ધરપકડ કરવામાં આવી છએ. કતારના મીડિયાએ દાવો કર્યો છે કે, ભારતીય અધિકારી ઇઝરાયલમાટે જાસૂસી કરી રહ્યા હતા. ભારત સરકારને પણ તેમના આરોપોની જાણકારી આપવામાં આવી નથી.
કતારે કાર્યવાહીને ગુપ્ત રાખી
ઉલ્લેખનીય છે કે, ધરપકડ કર્યાંના કેટલાક દિવસો સુધી આ કેસને ગુપ્ત રાખવામાં આવ્યો અને કતારમાં હાજર ભારતીય દુતાવાસના અધિકારીઓને પણ તેમની જાણકારી આપવામાં આવી નથી. 1 ઓક્ટોમ્બર 2022ના દોહામાં ભારતીય રાજદૂત અને મિશનના ઉપ-પ્રમુખને આ પૂર્વ ઓફિસરો સાથે મુલાકાત કરી હતી. 3 ઓક્ટોમ્બર 2022નું પહેલું એન્કાઉન્ટર એક્સેસ કરવામાં આવ્યું. 25 માર્ચ 2023ના બધા જ 8 આરોપીઓની સામે આરોપો નક્કી કરવામાં આવ્યા અને 29 માર્ચથી કાર્યવાહી શરૂ થઇ. 26 ઓક્ટોમ્બર 2023ના બધાને મોતની સજા સંભળાવવામાં આવી.
મોતની સજા મેળવેલા આ છે 8 નેવીના ઓફિસરો
નેવીના જે પૂર્વ ઓફિસરોને કતારમાં ફાંસીની સજા સંભળાવવામાં આવી છે, તેમાં કેપ્ટન નવતેજ સિંહ ગિલ, કેપ્ટન સૌરભ વશિષ્ઠ, કેપ્ટન વિરેન્દ્ર કુમાર વર્મા, કમાન્ડર પૂર્ણનદુ તિવારી, કમાન્ડર સુગ્નાકર પકાલા, કમાન્ડર સંજીવ ગુપ્તા, કમાન્ડ અણિત નાગપાલ અને સેલર રાગેશનો સમાવેશ થાય છે. જે કંપનીમાં આ બધા કામ કરી રહ્યા હતા, તેમના સીઇઓ ખામિલ અલ આઝમી ઓમાન એરફોર્સના ઓફિસર રહી ચૂક્યા છે. આઝમીની પણ આ પહેલા ધરપકડ કરવામાં આવી હતી, ત્યાર પછી તેમને છાડી દેવામાં આવ્યા હતા.