રૂ. 2.20 કરોડના ખર્ચે ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડની અદ્યતન કચેરીનું નિર્માણ થયું
ખાસ-ખબર સંવાદદાતા
મોરબીની રફાળેશ્વર જીઆઈડીસી પાસે અંદાજીત રૂ. 2.11 કરોડના ખર્ચે ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડની અદ્યતન પ્રાદેશિક કચેરીનું નિર્માણ કરવામાં આવ્યું છે જેનું પ્રવાસન, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, વન અને પર્યાવરણ, ક્લાઈમેટ ચેન્જ કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરાના હસ્તે રીબીન કાપીને તેમજ તખ્તીનું અનાવરણ કરીને લોકર્પણ કરવામાં આવ્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે, મોરબી જીલ્લામાં રફાળેશ્વર જી.આઇ.ડી.સી. પાસે પ્લોટ નંબર 116 માં રૂ. 2.20 કરોડના ખર્ચે 1147 ચોરસ મીટર પ્લોટ એરિયામાં 368 ચોરસ મીટર વિસ્તારમાં ગ્રાઉન્ડ ફ્લોર, 337 ચોરસ મીટર વિસ્તારમાં પહેલો માળ, 307 ચોરસ મીટર વિસ્તારમાં બીજો માળ, 48 ચોરસ મીટર વિસ્તારમાં ત્રીજો માળ અને 14.40 ચોરસ મીટર વિસ્તારમાં મશીન રૂમ મળી કુલ 1074.40 ચોરસ મીટર એરિયામાં અદ્યતન કચેરીનું નિર્માણ કરવામાં આવ્યું છે.
આ કચેરીના લોકાપર્ણ પ્રસંગે મંત્રી સાથે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના અધ્યક્ષ, જિલ્લા પંચાયત પ્રમુખ, મોરબી માળીયા, ટંકારા, હળવદ અને કાલાવડના ધારાસભ્ય, જીલ્લા કલેક્ટર અને નાયબ વન સંરક્ષક સહિતના અધિકારીઓ તેમજ જિલ્લાના ઉદ્યોગપતિઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.